Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

ગૌ-સેવક દાનવીર સ્વ. બાબુભાઇ વાંકની પ્રથમ માસિક પુણ્યતિથિએ પુત્ર વિજય વાંક દ્વારા રપ૦૦ વધુ સ્ટીમ મશીનનું વિતરણ

વોર્ડ નં.૧રના કોર્પોરેટરનો અનેરો સેવાયજ્ઞઃ કોરોનાથી બચાવવા જરૂરીયાતમંદોને સહાય : વિપક્ષી નેતા સહિતના કોંગી આગેવાનો જોડાયા

રાજકોટ તા. ૩૦ :.. ગુજરાત આહીર સમાજના મોભી ગૌ-સેવક-સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ અમદાવાદ આહીર સમાજની સંસ્થાઓમાં જેમનું અમુલ્ય આર્થિક યોગદાન રહ્યું છે. એવા દાનવીર ભામાશા મવડી નગર પંચાયતના પૂર્વ-પ્રમુખ સ્વ. શ્રી બાબુભાઇ રામસૂરભાઇ વાંકનું દુઃખદ નિધન થતાં તેમની પ્રથમ માસિક પુણ્યતિથી નિમિતે તેમના પરિવાર  સેવાભાવી કોર્પોરેટર વિજયભાઇ વાંક દ્વારા તેમના પૂજય પિતાશ્રી સ્વ. બાબુભાઇ રામસૂરભાઇ વાંકના સ્મરણાર્થે નાસ (સ્ટીમ) મશીન વિનામુલ્યે રપ૦૦ પરિવારને દેવામાં આવીયા હતાં.

ડબલ્યુએચઓ તથા ડોકટરના મત મુજબ કોવીડ-૧૯ ને સ્ટીમ દ્વારા નાકમાંથી જ મારી નાખવામાં આવે તો  કોરોના નાબુદ થઇ શકે જો દરેક પરિવાર આ નાસ સ્ટીમ અભિયાન શરૂ કરીદે તો કોરોનાને આપણે હરાવી શકીએ આ સ્ટીમ વરાળ પ્રક્રિયા સવારે - બપોરે અને સાંજે ફકત પાંચ મીનીટ લેવામાં આવે તો આનો ખૂબ જ ફાયદો થાય છે. આ મશીનમાં પાણી નાખી ત્યારબાદ થોડું મીઠું, અજમો, રાઇનાકુરિયા, નાખી સતત એક અઠવાડીયુ લઇએ તો આપણે જીવલેણ કોવીડ-૧૯ ને સંપૂર્ણ નાબૂદ કરી શકીએ.

ઉલ્લેખનિય છે કે વાંક પરિવાર દ્વારા આ અગાઉ પણ સ્વ. બાબુભાઇ વાંકનું અકાળે નિધન થતાં  વિવિધ સામાજિક સંસ્થાઓમાં ૧ર દિવસ સુધી બપોરે તેમજ સાંજનું ભોજન આપવામાં આવેલ.

નોંધનીય છે કે, સ્વ. બાબુભાઇ રામસૂરભાઇ વાંક પોતાના જીવન દરમિયાન ગરીબોને અનાજ વિતરણ સાથે સાથ કન્યાદન અને મહાદાનની સાચી સેવા ગમતી આશરે પપ૯ થી વધારે દીકરીઓનું કન્યાદાન દીધેલું હતું અને ગૌ-પાલક, ગૌસેવક, ભેખધારી બાબુભાઇ પાસે ર૦૦થી પણ વધારે ગાય માતા રાખવામાં આવી છે, તેમજ મવડી વિસ્તારના સુપ્રસિધ્ધ શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં વૃધ્ધો તેમજ ગરીબોને નબળા પરિવારને અનાજ કીટ વિતરણ અગીયારસ તેમજ પુનમના દિવસે કરવામાં આવતું હતું.

આ તકે વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા, નાનુભાઇ સબાડ તેમજ વાંક પરિવારના જીલુભાઇ વાંક, વિજયભાઇ વાંક, અજિતભાઇ વાંક, વિક્રમભાઇ વાંક, પ્રકાશભાઇ વાંક, નિલેષભાઇ વાંક, મયુરભાઇ વાંક, રમેશભાઇ વાંક, આયદાનબા વાંક, અઘાભાઇ વાંક, દેવાણંદભાઇ વાંક, રાજુભાઇ ગરચર, લાલાભાઇ વાંક, વિપુલભાઇ માખેલા, મહેશભાઇ માખેલા, મહેશભાઇ વાંક, મોહનભાઇ માલા, દેવદાન માલા, હમીરભાઇ પડેશા, વિજયભાઇ એસ. વાંક, અશોકભાઇ વીરડા, આલિંગભાઇ વીરડા, દિલીપભાઇ સોઠીયા, અશ્વિનભાઇ વીરડા, તેમજ વોર્ડ પ્રમુખશ્રી જગદીશભાઇ સખીયા સાથી કોર્પોરેટરશ્રી સંજભાઇ અજુડીયા, કનકસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, હેમેન્દ્રસિંહ જાડેજા (ચીકુભાઇ), યોગેન્દ્રસિંહ રાણા (યોગુભા), જયુભા પરમાર, ભૂપતભાઇ ધીયાડ, બાલાભાઇ વાછાણી, નિલેષભાઇ ભાલોડી, કિશનભાઇ પરસાણીયા, દિલીપભાઇ નિમાવત, દિલીપભાઇ ચાવડા, ભરતભાઇ ડાંગર, હરિભાઇ ભંડેરી, સંદીપભાઇ ભંડેરી, રવિભાઇ ભંડેરી, ગાંડુભાઇ પ્રજાપતિ, બાલાભાઇ પ્રજાપતિ, લાલાભાઇ ભરવાડ, રવાબાપા ડાંગર, વિક્રમભાઇ ડાંગર, અશોકભાઇ મારકણા, મનુભાઇ કપુરીયા, હરિભાઇ કાકડીયા, હરદીપસિંહ જાડેજા, લક્ષણભાઇ ચાવડા, ઉમેશભાઇ દરજી વિ.ઉપસ્થિતિ રહ્યા હતા. તેમ કોંગી કોર્પોરેટર વિજયભાઈ વાંકે (મો.૯૮૨૪૫ ૮૦૯૮૦) એ જણાવ્યું હતું.

(3:40 pm IST)