Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

કચ્છના એડવોકેટ મહેશ્વરીની હત્યાના બનાવ સંદર્ભે રાજકોટ કલેકટરને આવેદન

રાજકોટ : કચ્છ જિલ્લાના રાપર ગામે બામસેના વરીષ્ઠ નેતા અને ઈન્ડીયન એડવોકેટ એસોસીએશન ગુજરાતના અધ્યક્ષ એડવોકેટ દેવજીભાઇ મહેશ્વરની તેઓની ઓફીસ બહાર કરવામાં આવેલ નિર્મમ હત્યાના સંદર્ભે રાજકોટ શહેર કોંગ્રેસ એસ.સી. ડીપાર્ટમેન્ટના આગેવાનો દ્વારા કલેકરને આવેદનપત્ર પાઠવી હત્યારાઓને ત્વરીત પડકી કઠોરમાં કઠોર સજા કરવાની માંગણી કરવામાં આવી હતી. આ બનાવ બાદ દલિત સમાજના આગેવાનોને તેમજ કાર્યકર્તાઓને ધમકીઓ મળી રહી હોય તેઓને પોલીસ રક્ષણ પુરૂ પાડવાની માંગણી પણ કરવામાં આવી છે. આ રજુઆત સંદર્ભે સત્વરે ઘટીત કાર્યવાહી નહીં થાય તો રાષ્ટ્રીય લેવલે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રજુઆત સમયે રાજકોટ સીટી કોંગ્રેસ એસ.સી. ડીપાર્ટમેન્ટના ચેરમેન નરેશ સાગઠીયા તેમજ મનોજભાઇ રાઠોડ, હેમંતભાઇ મયાત્રા, કરશનભાઇ મુછડીયા, જયંતિભાઇ રાઠોડ, કરશનભાઇ મકવાણા, શાન્તાબેન મકવાણા, કાન્તાબેન ચાવડા, પ્રવિણભાઇ મુછડીયા, મુકેશભાઇ પરમાર, મિલીનભાઇ પરમાર, જગદીશભાઇ સાગઠીયા, ગીરીશભાઇ વાણીયા, મનોજભાઇ ગેડીયા, મહેન્દ્રભાઇ શ્રીમાળી, ઘનશ્યામભાઇ મકવાણા, મૌલેશ મકવાણા, રાકેશભાઇ વાઘેલા, રમેશભાઇ ડૈયા, આનંદ ડોરીયા, રાજુભાઇ બગડા, પ્રકાશ રાખોલીયા વગેરે તેમજ બામસેફના કાર્યકરો મોટી સંખ્યામાં સાથે જોડાયા હતા.

(2:50 pm IST)