Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

પાલઘર સાધુ હત્યા કેસની તપાસ સીબીઆઇને સોંપોઃ ગોસ્વામી શંભુદળની રજૂઆત

રાજકોટ તા. ૩૦ :.. ગોસ્વામી શંભુદળના રાજકોટ પાલઘર મુંબઇ મહારાષ્ટ્ર સાધુ હત્યા કેસને ૧૬૦ દિવસ થયા તો પણ કોઇ નિર્ણય નથી તેમની તપાસ સી.બી.આઇ. ને સોંપવા માંગણી કરી હતી.

આવેદનમાં જણાવેલ કે, ગોસ્વામી શંભુદળ યુવા બ્રિગેડ ઓલ ઇન્ડિયા સંગઠનના પદાધિકારીઓ, સભ્યો તથા હિન્દુ સનાતન ધર્મ પ્રેમીઓની ઉપરોકત વિષયના અનુસંધાને અરજ છે કે કોવીડ-૧૯ ના લોકડાઉન દરમિયાન મહારાષ્ટ્રથી ગુજરાત આવતા બે સાધુઓ તથા ડ્રાઇવર એમ મળીને કુલ ત્રણ વ્યકિતઓની પાલઘર મહારાષ્ટ્રમાં હત્યા કરવામાં આવેલ જેનો કિસ્સો ખૂબ જ પ્રસિધ્ધ થયેલ.

આ અંગે મહારાષ્ટ્ર સરકારશ્રીએ તેઓશ્રીની એજન્સીથી એટલે કે સ્થાનીક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલ અને તેમાં આરોપીઓને જામીન ઉપર છોડવામાં આવેલ તેવું અમોએ જાણેલ છે. આ અંગે વિચારતા ખરેખર સાચા આરોપી જામીન ઉપર છૂટીને ભાગી જાય તેવી અમોને દહેશત છે અને નિર્દેશ લોકો ઉપર ઇન્કવાયરી તપાસ થાય અને તેઓને ગુનેગાર ગણી સજા થાય જે ન્યાયના હિમતમાં નથી. સાચા ગુનેગારોને સજા થાય તે માટે સીબીઆઇ મારફત તપાસ થાય તે ઉચીત જણાય છે આ અંગે ગુજરાત સરકાર મારફત, મહારાષ્ટ્ર સરકાર તથા ભારત સરકારશ્રી તરફ ભલામણ પત્ર લખવા અમારી વિનંતી છે.  આવેદન દેવામાં ભાવેશ ગોસ્વામી, જયદેવગીરી, મનીષગીરી વિગેરે જોડાયા હતાં.

(2:50 pm IST)