Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

સોૈરાષ્ટ્ર કેન્સર કોવિડમાં ૪ ટેન્ક અને ૪૪ બોટલ દ્વારા ૧૭૦ બેડને ઓકિસજન પહોંચાડવાની વ્યવસ્થા

રાજકોટ તા. ૩૦ : પંડિત દીન દયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં દર્દીઓને સમયસર ભોજન મળે તે માટે ટીમ મેનેજમેન્ટથીઙ્ગ કામગીરી થઇ રહી છે. રાજય સરકારના માર્ગદર્શન હેઠળ કોરોનાના દર્દીઓને શુદ્ઘ સાત્વિક ભોજન મળે તેમજ રોગપ્રતિકારક શકિત વધે તે માટે હળદર વાળું દૂધ અને લીંબુ પાણી, ફ્રુટ સહિતની સુવિધા આપવામાં આવે છે.

રાજકોટની પી.ડી.યુ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓ માટે સમયસર સવારે નાસ્તો તેમજ ત્યાર બાદ લીંબુ પાણી, ફ્રુટ અને બપોરે ભોજન ઉપરાંત સાંજે ચા બિસ્કીટ તેમજ રાત્રે ભોજન અને દૂધ આપવામાં આવે છે.

કોવીડ હોસ્પિટલમાં ફુડ વ્યવસ્થા બાબતે સંકલન કરતા નાયબ કલેકટર શ્રી રાજેશ આલે જણાવ્યું હતું કે દરેક દર્દીઓને સમયસર પૂરતું ભોજન નાસ્તો મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ કામગીરીઙ્ગ માટે એક ટીમઙ્ગ મોનીટરીંગ કરે છે. સીસીટીવી કેમેરા દ્વારા પણ દરેક દર્દીને આ સેવા મળે છે કેમ તેનુ ધ્યાન રાખવામાં આવે છે. રાજકોટ પી.ડી.યુ. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા દર્દીઓએ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને હોસ્પિટલના તંત્ર દ્વારા કરવામાં આવતી ભોજનની સારીમાં સારી વ્યવસ્થા અંગે આભારની લાગણી વ્યકત કરી છે.

(1:25 pm IST)