Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

ચિંતાતુર દર્દીને હસતાં મોઢે ઘરે મોકલતાં સમરસ કોવિડના ડો. ગૌરવ ગોહિલ

જરૂરિયાતમંદ વૃધ્ધ દર્દીઓ માટે ખાસ એટેન્ડન્ટની સુવિધા

રાજકોટ : જેમ યુદ્ઘમાં શત્રુના પ્રત્યાઘાતનો પરિચય અને પોતાનાં સાથીદારોની ક્ષમતા વિશેની જાણકારી મજબૂત નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે, તેવી જ રીતે કોરોનાની આક્રમકતાને જાણી દર્દીઓને તેની સામે લડવા તૈયાર કરનારા ડોકટર્સ અત્યારે મહત્વની ભુમિકા ભજવી રહ્યાં છે. વાત છે સમરસ કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવતાં ડો. ગૌરવ ગોહિલની.

આશરે ૩ મહિનાથી કોવિડ ડ્યુટી સાથે સંકળાયેલા ડો. ગૌરવભાઈ પોતાનાં અનુભવો જણાવતાં કહે છે કે, 'જયારે કોરોનાના દર્દી દાખલ થાય છે ત્યારે તેઓમાં શારીરિક સમસ્યાઓ કરતાં વધારે માનસિક અજંપો જોવા મળે છે. ચિંતાગ્રસ્ત દર્દીઓને સમરસ કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરતાં સમયે જ અહીંની તમામ કામગીરીથી વાકેફ કરવામાં આવે છે અને માનસિક સધિયારો પૂરો પાડવામાં આવે છે જેથી તેઓ સકારાત્મક વિચાર કરતાં થાય. અહીં દાખલ દર્દીઓ પૈકી મોટાભાગનાં વૃદ્ઘો હોય છેકે જેઓ પોતાની જાતે ચાલી કે જાતે જમી નથી શકતા ત્યારે સમરસ કેર સેન્ટર ખાતે તેવાં દર્દીઓ માટે ખાસ પેશન્ટ અટેન્ડન્ટ ગોઠવી આપવામાં આવે છે જેથી દર્દીને જરૂરિયાત મુજબ તેમની પાસે કોઈ હાજર રહી શકે.'

(1:24 pm IST)