Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

કેન્સર કેર સ્થિત કોવિડ હોસ્પિટલમાં ૧૦૦ સીસીટીવી કેમેરાથી દેખરેખ

દર્દીઓના વોર્ડમાં કોમ્પ્યુટરાઇઝ એન્ટ્રીથી સગાને કરાય છે દર્દીની સ્થિતિની જાણ

રાજકોટ : કોરોના સંક્રમિત દર્દી હોસ્પિટલાઇઝડ હોય ત્યારે તેના સગા- સ્વજનો દર્દીની સ્થિતિ- તબિયતનું સ્ટેટ્સ જાણી શકે તે માટે તેમજ સારવાર પર દેખરેખ રાખી શકાય તે હેતુથી રાજકોટની કેન્સર કેર સેન્ટર સ્થિતિ કોવીડ હોસ્પિટલમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આઇટી ટેકનોલોજી અને કોમ્પ્યુટર સોફટવેરનો ઉપયોગ કરી ડિજિટલ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. કેન્સર કેર હોસ્પિટલમાં ર૦૦ બેડની અદ્યતન કોવીડ હોસ્પિટલમાં દરેક વોર્ડમાં કોમ્પ્યુટર સિસ્ટમમાં દમન સોફટવેરથી દર્દીની સ્થિતિ અંગે દર કલાકે અપડેશન કરી કોલ સેન્ટરમાં વિગતો મોકલવામાં આવે છે.  કેન્સર કેર સેન્ટરમાં સિસ્ટમ મેનેજર તરીકે કામ કરતા શ્રી પૃથ્વી શર્મા જણાવે છે કે કોવીઙ સેન્ટરમાં કૂલ ૧૦૦ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. જે સર્વર રૂમમાં આઉટપુટ ઇમેજ દર્શાવેઙ્ગ છે. દર્દીના સગાને સ્ટેટ્સ આપવા માટે સરકાર દ્વારા આ ડિજિટલ સેવા ઉપલબ્ધઙ્ગ કરવામાં આવી છે.

ડેટા એન્ટ્રી ઓપરેટીંગ યાતિકા અને વિપુલ પરમાર જણાવે છે કે દર્દી દાખલ થાય ત્યારે તેની બધી જ વિગત અને એન્ટ્રી કરી બેડ ફાળવવાની સાથે વિગત સંબંધિત વોર્ડની સિસ્ટમમાં મોકલવામાં આવે છે, ત્યાર પછી વોર્ડમાં કાર્યરત ઓપરેટર દ્વારા દર કલાકે દર્દી ઓકિસજન પર છે કે બાયપેપ અથવા વેન્ટિલેટર ઉપર છે કે ટ્રાન્સફર કરવામાં આવે છે કે  સ્ટેબલ છે કે કેમ ? તેની વિગત ત્યાંથી આઉટપુટ કરી કેર સેન્ટરમાં ફરજ પરની ટીમની જાણ હેઠળ મોકલવામાં આવે છે. જે વિગત દર્દીના સગા સંબંધીઓ માટે ઉપયોગી થાય છે.

(1:23 pm IST)