Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

રેમડેસીવર ઇન્જેકશનના કાળા બજારીયાઓ સામે કડક કાર્યવાહી કરો : વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાની માંગ

રાજકોટ,તા. ૨૯: મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયાએ ગુજરાત રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી, આરોગ્યમંત્રીશ્રી, આરોગ્ય સચિવશ્રી અને કલેકટરશ્રી રાજકોટ જીલ્લાને લેખિત રજૂઆત કરેલ છે. જેમાં રાજકોટમાં રેમડેસીવર ઇન્જેકશનના કાળાબજાર કરનારાઓ સામે પગલા ભરવા અને ગુન્હેગારો સામે કડક કાર્યવાહી કરવા બાબતે પગલા ભરવા જણાવ્યું છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો કહેર ચાલી રહ્યો છે. તેમજ કોવીડ -૧૯ની પ્રવર્તમાન સ્થિતીમાં લોકડાઉન અને અનલોકના અનેક ચરણો કેન્દ્ર સરકાર દ્વારા નિર્દેશો બહાર પાડવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત રાજ્યના રાજકોટમાં કોરોના મહામારીથી અનેક લોકોએ જાન ગુમાવી છે. તેમજ હજુય તેની વેકસીન શોધવામાં સમગ્ર વિશ્વ પ્રયત્ન કરી રહ્યું હોય ત્યારે કોરોના મહામારીમાં અસરકારક રેમડેસીવર ઇન્જેકશનના કાળાબજાર થઇ રહ્યા હોય તેમજ નિર્દોષ લોકો પાસેથી ઉઘાડી લુંટ થતી હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે.

આ કૌભાડમાં રેમડેસીવર ઇન્જેકશનના રૂ.૪,૮૦૦ ભાવોથી વેેંચાણ કરવામાં આવે છે. તેમજ આ રેમડેસીવર ઇન્જેકશનની શોર્ટેજ ઉભી કરનાર, ગેરકાયદેસર રીતે વેંચાણ કરનાર, સરકારી માલની ચોરી, જાહેર આરોગ્ય સાથે ચેડા, નાણાકીય ચીટીંગ, છેતરપીંડી, સરકારી દવાનો વેપાર વગેરે લાગતી -વળગતી કલમો લગાડી કૌભાંડ આચરનાર અને કાળાબજાર કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરવી જોઇએ.

(3:23 pm IST)