Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

આવતુ આખુ વર્ષ પીવાના પાણીની નિરાંત : ૧૧૪ ડેમ છલકાયા

નર્મદા ડેમમાં ૯૮.૪૩ ટકા પાણીઃ સૌરાષ્ટ્રના ડેમોમાં ૯૦.૦૮ ટકા પાણી

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા., ૩૦: આ વર્ષે મેઘરાજાની મહેરના કારણે અત્યાર સુધીમાં  રાજયના ૧૧૪ જળાશયો છલકાયા છે.  ૫૭ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા ભરાયા છે. જેના કારણે પીવાના પાણીની આવતુ આખુ વર્ષ નિરાંત રહેશે. શિયાળુ પાક માટે પણ પુરતા પાણીનો જથ્થો ઉપલબ્ધ થઇ ગયો છે. ઁ

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહશકિતના ૯૮.૪૩ ટકા જળ સંગ્રહ થયો છે. ડેમની સપાટી ૧૩૮ મીટરથી વધુ પર વહી રહી છે.

રાજયના કુલ ૨૦૪ જળાશયોમાં ૯૨.૩૫ ટકા પાણીનો જથ્થો છે. ગત વર્ષે આ સમયે માત્ર ૫૪.૮૯ ટકા જથ્થો હતો. આ વખતે તેનો બમણા જેટલો જળ જથ્થો થઇ ગયો છે.

ઉત્ત્।ર ગુજરાતના ૧૫ જળાશયોમાં હાલની સ્થિતિએ ૬૫.૦૨ ટકા,  મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૭.૮૬ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૯૮.૨૦ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૭૬.૮૭ ટકા,  સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૯૦.૦૮ ટકા પાણી ઉપલબ્ધ થયું છે.

હાલમાં સરદાર સરોવર ડેમમાં ૨,૨૭,૬૧૪ કયુસેક, ઉકાઇમાં ૧,૦૯,૪૮૫ કયુસેક, ભાદર-રમાં ૧,૦૮,૩૧૦ કયુસેક તેમજ અન્ય ૧૯ જળાશયોમાં ૬૧,૩૭૯ થી ૧૦,૦૦૦ કયુસેક પાણીની આવક જયારે ૭૦ જળાશયોમાં ૯,૭૮૨ થી ૧,૦૦૦ કયુસેક પાણીની આવક છે.  હજુ ચોમાસાનો માહોલ  જામેલો છે. ડેમોમાં વધુ પાણીની આવકની ધારણા છે.

(4:02 pm IST)