Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

લાયસન્સ, હેલ્મેટ, દંડમાંથી મુકિતઃ સામાન્ય જનને પરવડે તેવી ઇ-સાયકલ બજારમાં

બે પેડલ મારોને રપ થી ૪૦ કી.મી. સુધી મોપેડ રાઇડની મજા માણોઃ ઇ-ગ્રીન એનર્જી દ્વારા ચાઇનાને ટક્કર મારે તેવી સંપુર્ણ ભારતીય ઇલેકટ્રીક બાઇસીકલ-ઇગ્રીન સ્પાર્કના લોન્ચીંગ પહેલા અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ ડેમોન્સ્ટ્રેશન : ર૬ ઇંચ મેટલ બોડી, ર૧ ગીયર્સ, શોક એર્બ્સોબર (જંપર)વાળી આ સાયકલ સંપુર્ણપણે એપ્લીકેશન અને એન્ડ્રોઇડથી કંટ્રોલ થશેઃ કોઇ પણ પ્રકારનું પ્રદુષણ નહિઃ રપ કિ.મી. પર કલાકની સલામત સવારી માણી શકોઃ ઇ-ચાર્જીગનો ઉપયોગ ન કરી કસરત કરવી હોય તો સામાન્ય સાયકલ જેવું પેડલીંગ મોડ, હિલ મોડ સહિતના વિકલ્પો

'સાયકલ સાયકલ ઓ મારી સોનાની સાયકલ'... નહિ, તમને પરવડે તેવી ઝંઝટમુકત સાયકલ બજારમાં :રાજકોટઃ નવરાત્રીના પર્વો પહેલા  'સાયકલ સાયકલ ઓ મારી સોનાની સાયકલ' ની ધુન  ઉપર વિશિષ્ટ સ્ટેપ જુદી જુદી યુવતીઓ દ્વારા પ્રસ્તુત કરી તેના સંકલનરૂપે  ટીકટોક વિડીયો સોશ્યલ મીડીયામાં ભારે ધૂમ મચાવી રહયો છે. આ વચ્ચે  સોનાની નહિ પરંતુ તમને પરવડે તેવી સાયકલ બજારમાં આવી રહી છે. આગામી દિવસોમાં રાજકોટના શાપર ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં ઉત્પાદીત થઇ મોપેડની ગરજ સારતી ઇગ્રીન સ્પાર્ક નામની ઇલેકટ્રીક ચાર્જ સાયકલની ખુબીઓ અંગે આજે અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ કંપનીના સંચાલકોએ માહીતી આપી હતી. પ્રથમ તસ્વીરમાં અકિલાના આંગણે ઇ-બાયસીકલનું પ્રથમ ડેમોન્સ્ટ્રેશન અપાઇ રહેલું નજરે પડે છે. આ તસ્વીરમાં કંપનીના સંચાલકો કિરીટભાઇ ગણાત્રાને સાયકલની ટેકનીકલ બાબતો વિષે જાણકારી આપી રહયા છે ત્યારે અકિલાના પત્રકાર જયદેવસિંહ જાડેજા પણ નજરે પડે છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૩૦: રાજકોટ નજીકના શાપર ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં ઇ-ગ્રીન એનર્જી કંપની દ્વારા મોપેડની ગરજ સારતી  ઇલેકટ્રીક બાયસીકલ-'ઇ-ગ્રીન સ્પાર્ક' બજારમાં મુકવામાં આવી રહી છે. નજીકના દિવસોમાં ઇ-સાયકલનું લોન્ચીંગ છે તે પહેલા આજે તેના ઉત્પાદકોએ અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું. આ સાયકલની વિશેષતા એ છે કે ત્રણ કલાકના સીંગલ ચાર્જ ઉપર તમે ૩પ થી ૪૦ કીલોમીટર પેડલ આસીસ્ટ મોડ ઉપર જઇ શકો છો. હેલ્મેટ, ઇંધણ અને દંડની ઝંઝટમાંથી મુકિતરૂપ વિકલ્પ તરીકે આ ઇલેકટ્રીક સાયકલને પ્રસ્તુત કરવામાં આવી રહી છે.

ર૬ ઇંચની મેટલ બોડી, ર૧ ગીયર્સ, શોક એર્બ્સોબર (જમ્પર) યુકત આ ઇ-બાઇસીકલ માટે કોઇ લાયસન્સ જરૂરી નથી. એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી પ્રદુષણ વિનાની આ સવારી છે. આ સાયકલને તમે રપ કિલોમીટરની સલામત ઝડપે શહેરમાં આસાનીથી ચલાવી શકો છો. આ કક્ષાની સાયકલ અમેરિકામાં આશરે ૭ર હજાર ભારતીય રૂપીયામાં જયારે ચાઇનામાં પ૦થી ૬૦ હજારમાં ઉપલબ્ધ છે. જયારે સંપુર્ણપણે  ભારતીય ટેકનોલોજીવાળી આ સાયકલ ઉત્પાદકોએ બજારમાં ર૭ હજાર પ્લસ ટેક્ષની કિંમતે મુકી છે. જો કે નવરાત્રી માટે ૩ હજારનું સ્પેશ્યલ ડીસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઉત્પાદકોએ ટીનેજરો માટે આ અત્યંત ઉપયોગી સાયકલ નિવડશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો. આ ઉપરાંત સ્પોર્ટસ રાઇડ તરીકે પણ આ સાયકલ ઉપયોગી નિવડશે તેવું તેઓ માને છે. ઉત્પાદકોનું કહેવું છે કે હમણા-હમણાં લોકોમાં ફીટનેશ પરત્વે જાગૃતી આવતી જાય છે જેને લઇને સાયકલીંગનો ક્રેઝ વધ્યો છે. શહેરોમાં અનેક પ્રોફેશ્નલ સાયકલીંગ ગૃપો એકટીવ થયા છે. જેઓ સ્થાનીક અને રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાની સાયકલીંગ સ્પર્ધાઓમાં ભાગ લે છે તેમના માટે પણ આ સાયકલ ઉપયોગી છે. કસરતના આશયથી સાયકલીંગ કરતા લોકો માટે આમા મેન્યુઅલ મોડ પણ ઉપલબ્ધ છે માટે રપ થી ૪૦ કિલોમીટર પેડલીંગ કરીને કસરત કર્યા બાદ વળતી રાઇડ તમે ઇલેકટ્રીક ચાર્જીગના ઉપયોગથી પગ હલાવ્યા વગર મોપેડ તરીકે કરી શકો છો. આ સાયકલને ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ બનાવવામાં આવી છે. આગળના વ્હીલમાં રહેલા ડ્રમમાં મીકેનીઝમ અને બેટરી ઇનબીલ્ટ છે. જીપીએસ ફીચર્સ સાથેનું આ પ્રીમીયમ વર્ઝન છે. મેઇક ઇન ઇન્ડીયા-મેઇક ઇન રાજકોટનું ઉત્પાદન ભારતીય રોડ-રસ્તાઓ માટે સંપુર્ણપણે યોગ્ય છે. આ સાયકલને પેવર રોડ ઉપરાંત રફ રસ્તે પણ તમે ચલાવી શકો છો. ઓટોમેટીક મોડમાં હિલમોડ પણ આપવામાં આવ્યો છે માટે એપ્લીકેશન કે એન્ડ્રોઇડથી તમે પ્રોગ્રામીંગ કરી સાયકલ ઉપર બે પેડલ મારી એટલે કે આશરે કલાકના પાંચ કિલોમીટરની ઝડપે સાયકલને પહોંચાડયા બાદ તે પ્રોગ્રામીંગ મુજબ કામ કરતી થઇ જશે.

આજે અકિલાના મોભી કિરીટભાઇ સમક્ષ ટેકનીકલ અને પ્રેકટીકલ ડેમોન્સ્ટ્રેશન કંપનીના સંચાલકો સર્વશ્રી મુકેશભાઇ દોશી,  બકુલભાઇ શાહ, રાજુભાઇ પારેખ, લક્ષ્મણભાઇ રાઠોડ અને મુકેશભાઇ દોશીની  પુત્રી માનસી દોશીએ આપ્યું હતું.

Web Site:

www.e-greenenergy.com

Mobile:

883  8969518, 982 5005627

ઇ-સાયકલના  

તુલનાત્મક ભાવો (આશરે)

* યુએસડી ૧૦૦૦ (આઇએનઆર ૭ર૦૦૦)

* ચાઇના (આઇએનઆર પ૦ થી ૬૦ હજાર)

* રાજકોટ-ભારત (ર૭૦૦૦ પ્લસ ટેક્ષ) નવરાત્રી ડીસ્કાઉન્ટ ૩૦૦૦

ડીઆઇવાય કીટ પણ ઉપલબ્ધઃ ફ્રન્ટ વ્હીલ તમારી સાયકલમાં ફીટ કરી નવી ટેકનોલોજીનો ઉપયોગ પણ કરી શકો

રાજકોટઃ 'ડુ ઇટ યોર સેલ્ફ કીટસ' કંપની દ્વારા તેમના સ્ટોર ઉપર ઉપલબ્ધ રહેશે. આ કીટ એટલે કે નવી ટેકનોલોજી મુજબના ઇગ્રીન સ્પાર્ક બાઇસીકલનું બેટરી,  મીકેનીઝમ સાથેનું ફ્રન્ટ વ્હીલ. જો તમે પહેલેથી જ રેન્જર, સ્પોર્ટસ સ્ટાઇલની ૧૦-૧પ હજારની સાયકલ ધરાવતા હો તો તે સાયકલમાં જ ૧૦ હજારથી વધુની કિંમતનું  વ્હીલ ફીટ કરી નવી ઇ-સાયકલ ટેકનોલોજી મુજબ મોડીફાઇ કરી શકો છો, જેનાથી તમારા ૧૦ થી ૧ર હજાર રૂપીયા બચી જશે.

(4:02 pm IST)