Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

બે વર્ષ પહેલાના ૪ લાખ IOCએ નહિ ચૂકવતા પુરવઠા તંત્ર ઉપર ઉઘરાણીવાળાઓની ધોંસ : દેકારો

મુખ્યમંત્રી પોતે હાજર હતા.. ૧૦ હજાર કનેકશન અપાયેલઃ પુરવઠાએ બીલો આપ્યા છતાં ચૂકવણી બાકી :ર૦૧૭માં યોજાયેલ પ્રધાનમંત્રી ઉજ્જવલાના કેમ્પના મંડપ-ફુડપેકેટ-બેનરના નાણા હજુ પણ બાકી

રાજકોટ, તા. ૩૦ : કાગડા બધે કાળા.. એ કહેવતને સેન્ટ્રલ ગર્વમેન્ટની કચેરીએ પણ સાર્થક કરી છે. કલેકટર-બહુમાળી કે અન્ય સરકારી કચેરીઓ લોકોના નાણા સમયસર ચૂકવતી નથી પણ હવે તો ધરખમ આઇઓસી કચેરી સામે આવી ફરીયાદો આવતા ભારે રોષ પ્રજવળી ઉઠયો છે.

પુરવઠાના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, બે વર્ષ પહેલા રર-૮-ર૦૧૭ના રોજ સ્વા.મંદિર કલાવાડ રોડ ખાતે પુરવઠા-આઇઓસીએ સંયુકત રીતે પ્રધાનમંત્રી ઉજ્જવલાનો કેમ્પ રાખ્યો હતો, તેમાં ૧૦ હજાર લોકને ગસ કનેકશન અપાયા હતા.

આ કેમ્પ માટે ૪ લાખ જેવો ખર્ચ થયો, જે આઇઓસીએ ભોગવવાના હતા, કારણ કે કનેકશન આઇઓસીએ આપ્યા હતાં.

આ કેમ્પમાં મુખ્યમંત્રી પોતે હાજર રહ્યા હતા, જેમાં મંડપ-ગોગલ નમકીના ફુડ પેકેટ, બેનરો, સાંસ્કૃતિક કાર્યક્રમ હોવાનું ભાડુ વિગેરે જે કાંઇ ખર્ચ થયો તે ૪ લાખ ઉપર થયો, પણ બે વર્ષથી આઇઓસી આ ખર્ચ ચૂકવતી ન હોય, ઉઘરાણીવાળાએ પુરવઠા તંત્રના ટેબલો ઉપર ધોકા પછાડયા છે. પુરવઠાએ બીલો આપી દીધા છતાં, ચૂકવણુ કરાયું નથી.

 હવે આઇઓસી એવું કહે છે કે આ ખર્ચ અમારે એકલાએ નહીં ત્રણેય ઓઇલ કંપનીઓએ ભોગવવાનો છે. પુરવઠાના અધિકારીઓ માથા પછાડી રહ્યા છે, નાણા કયારે આવશે તે નક્કી નથી.!!

(4:01 pm IST)