Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

વ્યવસાય વેરામાં વ્યાજ માફીથી તંત્રને બેવડો ફાયદોઃ નવા ૭૧૨૦ રજીસ્ટ્રેશન થયા અને જુના ૮૧૩૬એ પૈસા ભરી દિધાઃ ૨૦ કરોડ આવ્યા

યોજનાનો આજે છેલ્લો દિવસ

રાજકોટ,તા.૩૦: મ્યુ.કોર્પોરેશનની વેરા શાખાને  ચાલુ નાણાકીય વર્ષમાં વ્યવસાય વેરાની કુલ ૨૦.૨૨ કરોડની આવક થવા પામી છે. તંત્રને કુલ ૮૧૩૬ વેપારીઓએ વેરો ભર્યો છે. આ વર્ષે કુલ નવા ૭૧૨૦ તંત્રનાં ચોપડે નોંધાયા છે. વ્યવસાય વેરામાં વ્યાજ માફી યોજનાનો આજે છેલ્લો દિવસ છે. આ અંગે તંત્રની પ્રાપ્ત માહિતી મુજબ રાજય સરકાર દ્વારા વ્યવસાય વેરામાં વ્યાજ માફી યોજના અમલમાં મુકવામાં આવી હતી. આ યોજનાનો આજે છેલ્લો દિવસ છે.  છેલ્લા  છ મહિનામાં શહેરનાં કુલ ૨૦ હજાર વેપારીઓએ કુલ ૨૦.૨૨ કરોડ તંત્રની તીજોરીમાં જમા કરાવ્યા છે.

શહેરનાં કુલ ૮૧૩૬ વ્યવસાયીકોએ આ યોજનાનો લાભ લીધો છે.જેમાં કુલ ૬.૮૯ કરોડનો લાભ આપવામાં આવ્યા છે. મ્યુ.કોર્પોરેશનનાં વેરા શાખાનાં ચોપડે આ વર્ષે કુલ ૭૧૨૦ નવા રજીસ્ટ્રેશન થયા છે.વ્યવસાય વેરાની આવકમાં તંત્રને ગત વર્ષ કરતા આ વર્ષે રૂ.૯.૭૨ કરોડની આવક વધુ થવા પામી છે.

(4:00 pm IST)