Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

આ 'પરમોત્સવ' તે પરમની દિશા તરફ, નિવૃત્તિની દિશામાં પ્રવૃત્ત થવાનો ઉત્સવ છેઃ પૂ.નમ્રમુનિ મ.સા.

રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રી નમ્રમુનિ મ.સા.નો જન્મોત્સવ માનવતા મહોત્સવ રૂપે ઉજવાયો

રાજકોટ,તા.૩૦:મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની દિવ્ય જપ સાધના સાથે જીવદયા કરુણા અને માનવતાનાં અનેક સત્કર્યો દ્વારા ઉજવાયો હતો રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનો  ૪૯મોજન્મોત્સવ,માનવતા મહોત્સવ. એકસાથે ૩૮ સંત-સતીજીઓના પાવન સાંનિધ્યે સમગ્ર કોલકાતા તેમજ ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, પૂર્વ ભારત, દક્ષિણ ભારતના અનેક જૈન સંઘના પદાધિકારીઓ, દેશ-વિદેશથી હજારો ભાવિકો ગુરૂચરણમાં શુભેચ્છા વંદના અર્પણ કરવાં કોલકાતા પધાર્યાં હતાં.

પરમ ગુરૂદેવશ્રેીના મંગલ પ્રવેશમ ભકિત ન્રુત્ય અને લૂક એન્ડ લર્નના બાળકો દ્વારા બાળ શૈલીમાં અંતરિક્ષમાં બિરાજમાન સિદ્ઘ અને અરિહંત ભગવાન તેમજ આદ્ય ગુરૂ ભગવન્તને  આ મહોત્સવમાં પધારવા માટે આમંત્રિત  કર્યા હતા. રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રીના ૫૦માં જન્મોત્સવ અવસરના પ્રારંભે સમગ્ર વર્ષને પરમોત્સવ તરીકે ઉદદ્યોષિત કરી તેના પાવન પ્રતીકના વધામણા કરવાના લાભાર્થી પરિવાર હેતલબેન હેમંતભાઈ હરખાણી તેમજ  ધ્રુવીબેન મનનભાઈ શાહ બન્યા હતાં. પૂજયશ્રી નવદીક્ષિત મહાસતીજીઓએ 'પરમોત્સવ' વર્ષમાં આયોજિત થનારા શાસન પ્રભાવના ના અનુષ્ઠાનની રૂપરેખા દર્શાવતાં ૧૦ પ્રોજેકટ્સની સવિસ્તાર માહિતી આપી હતી. આ પ્રોજેકટ્સના હેડ પરમ સેવકોએ પરમોત્સવનો ધ્વજ લહેરાવીને પૂજય ગુરૂદેવશ્રી પ્રત્યે અહોભાવ પ્રદર્શિત કર્યો હતો.

આ અવસરે પરમ ગુરૂદેવશ્રીએ ફરમાવ્યું કે, જગતનાં દરેક 'પર' થી પર થવાની પરમ પળ આવી છે. આજના કાળમાં ૫૦ વર્ષની ઉમર થયા બાદ પણ જે સંસાર પ્રવૃત્ત્િ।માં પ્રવૃત્ત્। રહે છે તે પોતાના મૃત્યુની સાથે ભવ અને ભવોભવને બગાડી શકે છે. જીવનના ૫૦ વર્ષ બાદ ધીરે ધીરે પ્રવૃત્તિઓછી કરીને નિવૃત્ત્િ। તરફ આગળ વધવાનો સમય હોય. આ 'પરમોત્સવ' તે પરમની દિશા તરફ, નિવૃત્ત્િ।ની દિશામાં પ્રવૃત્તથવાનો ઉત્સવ છે. રેલવે સ્ટેશન પર આવતી ગાડીની અનાઉન્સમેન્ટ થતી હોય છે પરંતુ મૃત્યુની ગાડી અનાઉન્સમેન્ટ વગર આવે છે.

ત્યાર બાદ, ૨૧ સંસ્થાઓને ૫૦ હજાર રૂ. ના અનુદાન આપી જીવદયા અને માનવતાનું કાર્ય પાર પડ્યું હતું. શ્રી મહાવીર સેવા સદન સંસ્થાના પદાધિકારીઓને ગુરૂભકત  પરાગભાઈ શાહ તેમજ અજયભાઇ શેઠના હસ્તે અને જલારામ ડાયગ્નોસ્ટિક સેન્ટરના પ્રતિનિધિઓને પારસધામ ટ્રસ્ટીગણના હસ્તે ૧૧-૧૧ લાખ રૂ.ની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સાથે, રમેશભાઈ પારેખે ગૌશાળા માટેની ભૂમિ અને ૨૧ લાખનું અનુદાન અર્પણ કર્યું હતું. સર્જન થનારી ગૌશાળાનું નામ 'શ્રી જયસુખલાલ શાંતિલાલ પારેખ ગૌશાળા' ઘોષિત કરવામાં આવ્યું.

સમાજ વિકાસ અને ઉત્થાનના લક્ષે તન, મન, ધનનું યોગદાન આપનારા   સોહનરાજભાઈ સિંધવી, રાજુભાઈ ધોળકિયા, મિરાજભાઇ શાહ, અશોકભાઈ તુરખીયા, હરસુખભાઈ અવલાણી,  બુલબુલભાઇ શાહ, સંતોષકુમારજી દુગ્ગડ અને રમેશભાઈ પારેખને આ અવસરે 'પરમ એવોર્ડ' અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

ચેન્નાઈના અનન્ય ગુરૂભકત  હિતેનભાઈ કામદાર, દ્વારા પરમ ગુરૂદેવશ્રીને અહોભાવપૂર્વક ઉપસ્થિત સર્વ ભાવિકો દ્વારા હ્યુમન ચેન બનાવી 'મમ ગુરૂદેવસ્સ આરૂગ્ગ બોહીલાભમ્' ના ભાવ થી શુભેચ્છા શાલ અર્પણ કરવામાં આવી. મંગલ કલશની ઉછામણીનો લાભ અજયભાઈ શેઠ,  એકતાબેન મોદી, ભાવિબેન જોબાલીયા,  માનસીબેન શાહ પરિવારે લીધો હતો. આ અવસરે રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રી આદિ સંતો -સતીજીઓના આગામી ચાતુર્માસ માટે ઘાટકોપર ક્ષેત્રની જય બોલાવવામાં આવતા જય-જયકાર ગૂંજી ઊઠયો હતો.  ૯૯ ભાવિકોએ અત્યંત આદરભાવ અને અહોભાવ સાથે પૂજય ગુરૂ ભગવંતને ૯૯ લાડવા વ્હોરાવીને જન્મોત્સવની શુભેચ્છા ભાવના અર્પણ કરેલ. અંતે ઉવસગ્ગહરં માળાનો લાભ  આશિષભાઇ શાહ, હર્ષિતભાઈ તેજાણીઁ  અને  તેજસભાઈ ટોલીયા પરિવારે લીધેલ હતો. કાર્યક્રમના અંતે ભોજન પછી દરેક ભાવિકોને ભોજન પેકેટ અર્પણ કરવામાં આવેલ જે ૨૦૦૦ ગરીબોને અર્પણ કરવા અપાયેલ.

(3:57 pm IST)