Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ઘરેલુ હિંસાની ફરિયાદમાં પત્નિને માસીક ૩૦૦૦ ભરણપોષણ ચુકવવા પતિને આદેશ

રાજકોટ તા ૩૦  : ડોમેસ્ટીક વાયોલેન્સ એકટની અરજીમાં પત્નીને વચગાળામાં રૂ ૩૦૦૦ ભરણપોષણ ચુકવવાનો પતિને  અદાલતે આદેશ કર્યો હતો.

અહીંના ગોંડલ રોડ પર આવેલ મહમદી બાગ સોસાયટીમાં રહેતી મુસ્લીમ પરિણીતા ફરદોસબેનના નીકાહ ધરમ સીનેમા સામે આવેલ રાજપુત છાત્રાલયની બાજુમાં આવેલ વલી શેઠના ડેલામાં રહેતા જાવેદખાન યાકુબખાન પઠાણ સાથે સને ૨૦૧૬ની સાલમાં નિકાહ થયેલ અને પરિણીતા  પોતાના પતી સાથે સયુંકત કુટુંબમાં રહેવા ગયેલ.

આ પછી પતી પત્ની વચ્ચે અણબનાવ બનતા પરણીતા પોતાના માવતરે પરત ફરેલ અને તેની પાસેઆવકનું કોઇ સાધન ન હોઇ તેણે પોતાના એડવોકેટ શ્રી અંતાણી મારફતે રાજકોટની ફોજદારી અદાલતમાં પોતાના સસરાના સભ્યો એટલેકે (૧) પતિ જાવેદખાન યાકુબખાન પઠાણ (ર) સાસુઃ હમીદાબેન યાકુબખાન પઠાણ અને (૩) નણંદ સુનીરાબેન નદીમભાઇ નાગોંરી સામે ડોમેસ્ટીક વાયોલેન્સ એકટની અરજી દાખલ કરેલ  હતી  અને  મુળ અરજી ચાલવામાં સમય જાય તેમ  હોઇ  વચગાળાની રાહત માંગતી અરજી પણ કરેલ હતી.

આ પછી વચગાળાની અરજી દલીલ પર આવતા પરણીતાના વકીલ શ્રી અંતાણી એ લંબાણપૂર્વકની દલીલો અદાલતમાં રજુ કરેલ અને શ્રી અંતાણીની તમામ દલીલોથી સહમત થઇ અને પતીએ પરણીતા ને કેસ ચાલુ થાય તે પહેલા વચગાળામાં અરજીની દાખલ તારીખથી માસીક રૂા ૩૦૦૦/- ત્રણ હજાર પુરા ભરણ પોષણ ચુકવવાનો હુકમ કરી આપેલ છે.

ઉપરોકત કેસમાં અરજદાર પરણીતા ફીરદોસબેન વતી રાજકોટના લગ્ન વિષયક કાયદાના નિષ્ણાંત એડવોકેટ સંદીપ કે. અંતાણી, તથા સમીમબેન કુરેશી વકીલ તરીકે રોકાયેલ હતા.

(3:44 pm IST)