Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

લાખોનો માલ મંગાવી રકમ નહીં ચુકવતા લોખંડના વેપારી સામે કોર્ટમાં સમરી દાવો

રાજકોટ તા ૩૦  :  રાજકોટ શહેરમાં રાહુલ પ્રેમચંદ અગરવાલ, દેવ સ્ટીલના પ્રો. દરજ્જે લાખંડના રાઉન્ડબારનો વેચાણ કરવાનો ધંધો કરતા હોય અને પ્રતિવાદી દાનાભાઇ ભગવાનભાઇ પટેલ કે જે શિવ કોર્પોરેશનના પ્રો. દરજ્જે થરાદ રોડ, ક્રિષ્નાનગર રોડ, મુ. ધનેરા, જી. બનાસકાંઠા ખાતે લોખંડના ટી.મેઅ.ટી. બાર વેચાણ કરવાનો ધંધો કરતા હોય, પ્રતિવાદીએ વાદી પાસેથી લોખંડના રાઉન્ડ બાર ઉધારમાં ખરીદ કરેલ, માલ પેટે શરૂઆતમાં બેન્ક મારફતે ચુકવણું કરી વિશ્વાસ સંપાદીત કરી બાદમાં ઉધારમાં ખરીદ કરેલ માલનું વાદીએ અનેક વખત માંગણી કરવા છતાં પણ ચુકવણુ ન કરતા, વાદીએ પ્રતિવાદીને મોકલેલ માલના બિલ તથા ટ્રાન્સપોર્ટની એલ.આર. તથા લેઝર એકાઉન્ટ રજુ કરી, રાજકોટના મહે. સ્મોલ કોઝ જજ સાહેબની અદાલતમાં દાવો દાખલ કરતા અદાલતે પ્રતિવાદી દાનાભાઇ ભગવાનભાઇ પટેલ સામે અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની  હકીકત જોઇએ તો, પ્રતિવાદી દાનાભાઇ ભગવાનભાઇ પટેલ સામે રાજકોટની સ્મોલ કોઝ અદાલતમાં એ મતલબનો દાવો દાખલ કરેલ કે, વાદી તથા પ્રતિવાદી વચ્ચે  વેપારી સબંધો હોય, જેથી વેપારી સબંધના દાવે પ્રતિવાદીને ઉધારમાં લોખંડના રાઉન્ડ બારનું વેચાણ કરેલ, જે માહે પ્રતિવાદીને બેન્ક મારફતે ખરીદ કરેલ માલનું પેમેન્ટ કરતા હતા, જે બાદ પ્રતિવાદીના છેલ્લા ચુકવણા બાદ વાદીની પ્રતિવાદી પાસે ઉધારમાં વેચાણ આપેલ કાયદેસરની લેણી રકમ રૂા ૬,૮૭,૨૨૦/- હોય, જે વાદીએ તેની કાયદેસરની લેણી રકમની માંગણી કરતા પ્રતિવાદીએ રકમ આપવા ગલ્લા-તલ્લા કરતા, યેનકેન પ્રકારે સમય પસાર કરતા, વાદીએ તમામ દસ્તાવેજી પુરાવા સાથે પ્રતિવાદી વિરૂધ્ધ રાજકોટની સ્મોલ કોઝ અદાલતમાં સમરી સ્યુટ દાખલ કરી રજુઆત કરેલ કે, રેકર્ડ પરની હકીકતો તથા રજુ રાખેલ પુરાવાઓથી સ્પષ્ટ ફલિત થાય છે કે, પ્રતિવાદીએ વાદી પાસેથી ખરીદ કરેલ ઉધાર માલની કાયદેસરની લેણી  રકમ  ન  ચુકવી, પ્રતિવાદીએ સી.પી.સી. ઓર્ડર-૩૭ મુજબ કસુર કરેલ છે. જે રજુઆતો ધ્યાને લઇ પ્રતિવાદીને અદાલતમાં  હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

ઉપરોકત કામમાં વાદી દેવ સ્ટીલના પ્રો.શ્રી રાહુલ પ્રેમચંદ અગરવાલ વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી સંજય એન. ઠુમર રોકાયેલા હતા.

(3:38 pm IST)