Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

હોટલ ભાભાની મહેમાનગતિ માણતા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકારો

રાજકોટ : લોકોના પહેલી પસંદ બની ચૂકેલ સોની સબ ટીવી ઉપર પ્રસારીત થઇ રહેલી હિન્દી ધારાવાહીક 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' આજે સફળતાના શિખરો ઉપર છે ત્યારે આ સીરીયલના શુટીંગ માટે કલાકારો ચંપકચાચા (અમીત ભટ્ટ), આત્મારામ ભીંડે (મંદર ચંદવાડકર), ટીપેન્દ્ર ગડા (રાજ અનડકટ), સોનુ ભીંડે (પલટ સિંદવાણી), ગોલી (કુશ શાહ), ગોગી (સમય) અને પીંકુ (અઝહર શેખ), રાજકોટના મહેમાન બન્યા હતા. ગાંધી મ્યુઝીયમ તથા ક.બા. ગાંધીના ડેલા ખાતે વિશેષ શુટીંગનો કાર્યક્રમ હતો એ દરમિયાન રાજકોટમાં છેલ્લા ૩૮ વર્ષથી કાર્યરત અને જેની શુદ્ધતા અને સ્વાદ સમગ્ર ગુજરાતમાં ફેમસ છે એવી હોટલ ભાભા ખાતે રોકાણ કરેલ હતું. સમગ્ર કલાકારોએ હોટલ ભાભાની મહેમાનગતિ માણી  હતી. તેમના માટે ખાસ રસપ્રચુર વાનગીનો રસથાળ બનાવવામાં આવેલ. હોટલના સ્ટાફએ સારી એવી આગતા સ્વાગતા કરી હતી. હોટલ ભાભાના પારસભાઇ મહેતા, દુષ્યંતભાઇ મહેતા, પપ્પુભાઇ, નીસીતભાઇને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ હતા. સમગ્ર હોટલ કુક ટીમનો રસપ્રચુર વાનગીઓનો રસથાળ પ્રસ્તુત કરવા બદલ આભાર વ્યકત કરેલ.

(3:38 pm IST)