Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

વોર્ડ નં. ૧૨ની ૩૮ સોસાયટીઓમાં ૧૦ કલાક સુધી પાણી ન મળ્યું: દેકારો

વાલ્વ ખરાબ થઈ જતા વિતરણ અટકયું

રાજકોટઃ. શહેરના વોર્ડ નં. ૧૨માં આવેલી ૩૮ જેટલી સોસાયટીઓમાં આજે સવારે પાણી નહીં મળતા લોકોમાં જબરો દેકારો બોલી ગયો હતો. આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ વોર્ડ નં. ૧૨માં પુનિતગર પાણીનો ટાંકો, ઉમિયા ચોક પાસે વાવડી વિસ્તારમાં દરરોજ વહેલી સવારે ૪.૩૦ વાગ્યે પાણી વિતરણ થાય છે, પરંતુ સવારે પાણી નહી મળતા જબરો દેકારો બોલી ગયેલ દરમિયાન ઈજનેરો સુધી ફરીયાદ પહોંચતા તેઓએ તાત્કાલીક તપાસ હાથ ધરતા આ વિસ્તારમાં પાણી વિતરણની ૩૦૦ એમ.એમ.થી મુખ્ય પાઈપ લાઈનનો વાલ્વ બગડી ગયાનું ખુલ્યુ હતુ. આથી તેનુ તાત્કાલીક રીપેરીંગ કરી બપોરે ૨ વાગ્યા બાદ પાણી અપાયેલ. આમ આજે વોર્ડ નં. ૧૨ની વૃંદાવન, જલજીત, પ્રમુખનગર, ગોકુલધામ, ગીતાંજલી, અંકુરનગર, સાંઈધામ, કડીયા સોસાયટી સહિતની ૩૮ સોસાયટીઓમાં ૧૦ કલાક મોડુ પાણી આપવાની તંત્રને ફરજ પડી હતી.

(3:35 pm IST)