Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

જન્માષ્ટમીના દિવસે સૌરાષ્ટ્રવાસીઓને રેલવેની મોટી ભેટ : રાજકોટ-ઓખા વચ્ચે શરૂ થશે ટ્રેન

પોરબંદર-સોમનાથ ટ્રેન ફરી શરૂ કરવા નિર્ણય : સોમનાથ અને દ્વારકા દર્શને જતા યાત્રીકોને ફાયદો: કોરોનાને કારણે બંધ હતી ટ્રેન

રાજકોટઃ સૌરાષ્ટ્રવાસીઓને જન્માષ્ટમીના દિવસે રેલવે તંત્રએ મોટી ભેટ આપી છે. રાજકોટથી દ્વારકા જતા યાત્રીકોની સુવિધા માટે રાજકોટ-ઓખા નવી સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવશે. રાજકોટથી દ્વારકા દર્શન માટે દર્શન માટે જતા યાત્રીકોને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો રેલવે દ્વારા પોરબંદર-સોમનાથ ટ્રેન ફરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સાથે વાંકાનેર-મોરબી ડેમુ ટ્રેન પણ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

 અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે અનેક ટ્રેન બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે રેલવેએ પોતાની સેવાઓ શરૂ કરી છે. જેથી દ્વારકા જતા યાત્રીકો માટે રાજકોટ-ઓખા ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે વાંકાનેર-મોરબી ડેમુ ટ્રેન અને પોરબંદર-સોમનાથ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

(11:06 am IST)