Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

રાજકોટ હોસ્પિટલ ચોકમાં જામનગરના રસૂલને ઇકો ગાડીમાં મુસાફર ભરવા મામલે બજરંગવાડીના દિલા સંધીએ છરીના ઘા ઝીંક્યાં

 રાજકોટઃ જામનગર ખોજાના નાકા અંદર હાજીપીર ચોક ટીટોળીવાડી બંગલાવાડી શેરી નં-૨માં રહેતા અને ડ્રાઇવિંગ કરતાં રસુલ સુલેમાનભાઇ મોરવાડીયા-ઘાંચી ઉ.વ.૪૨ને તે રાજકોટ સિવિલ હોસ્પિટલ ઝનાના હોસ્પિટલના ગેઇટ પાસે હતો ત્યારે બાજરંગવાડીના દીલો સંઘીએ ઇકો કારમાં પેસેન્જર બેસાડવા બાબતે ઝઘડો કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ઘમકી આપી માથામાં તથા ડાઢીના ભાગે છરી નો એક-એક ઘા મારી ઇજા કરતા સારવાર માટે દાખલ થતાં એ ડિવિઝનના હેડકોન્સ. એમ.એ.વાઘેલાએ તેની ફરિયાદ નોંધી છે.

(9:39 am IST)