Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

સરધાર ગામમાં શ્રી રામ સોસાયટીમાં મકાનમાં ક્રાઇમ બ્રાન્ચનો દરોડો: ૬ની ધરપકડ: પીએસઆઇ વી.જે.જાડેજાની ટીમની કાર્યવાહી

રાજકોટઃ સરધારમાં શ્રી રામ સોસાયટીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતો હોવાની બાતમી પરથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી છ શખ્સોને પકડી લઈ ગંજીપાના અને રોકડા રૂા.૧૯,૩૦૦ તથા મોબાઇલ ફોન નં.-૬ કિ.૪૫,૫૦૦ મળી  કુલ ૧.૬૪,૮૦૦નો મુદામાલ કબ્જે કર્યો છે.

આ દરોડામાં પિંટૂ સુરેશભાઇ સાંયજા પટેલ લવ-૨૦ ધંધો-ખેતી રહે શ્રી રામ સોસાયટી, સરધાર તથા (ર) દિલીપ અમૃતભાઇ કજીયા જાતે પટેલ ઉ.વ.૩૭) (૩) કિશન ઉર્ફે રવિ બાબુભાઇ ઢાકેચા  (ઉ.વ.૩૧),(૪) કલ્પેશ પ્રવિણભાઇ સાંયજા ઉ.વ-૩૭, (૫) કીરીટ મજીભાઇ લોદરીયા  ઉવ.૪૫ રહે.જસદણ તથા (6) વિશ્વદીપસિંહ ઇન્દુભા જાડેજા ઉ.વ.૨૫ને પકડ્યા હતા.

 પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ,જેસીપી શ્રી ખુરશીદ એહમદ, ડીસીપી પ્રવિણકુમાર મિણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી ક્રાઇમ ડી.વી.બસીયા સાહેબની સુચનાથી પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પો.સબ ઇન્સ. વી. જે. જાડેજા,એ.એસ.આઇ.જયેશભાઈ પી.નિમાવત તથા ચેતનસિંહ વી.ચુડાસમા તથા હિતેન્દ્રસિંહ પી.ઝાલા, તથા પો.હેડ કોન્સ.ભરતસિંહ બી.પરમાર તથા પો.કોન્સ.મહેશભાઇ બી ચાવડા તથા સ્નેહભાઇ જી.ભાદરકા તથા કુલદિપસિંહ બી.જાડેજા વિગેરે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ કોન્સ.કુલદીપસિંહ જાડેજા તથા એ એસ આઇ જયેશભાઇ નિમાવત તથા પો.કોન્સ સ્નેહભાઇ ભાદરકાની સંયુકત બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો.

(9:26 am IST)