Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

ઘર કંકાસ અને આર્થિક સંકડામણથી કંટાળી જેલમાં રહેવા જીદ પકડીને યુવકે બજરંગવાડી પોલીસ ચોકી સળગાવી !!

ગાંધીગ્રામ પોલીસે દેવજી ઉર્ફે દેવો ચાવડાને અટકાયત કરી: સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાની તેમજ આઈપીસીની કલમ 436 મુજબ ગુનો દાખલ

રાજકોટ : શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં પત્નીથી ત્રસ્ત પતિ એ જેલમાં રહેવાની જીદ પકડી પેટ્રોલ છાંટી પોલીસ ચોકી  સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો  ટુ વ્હીલર પર આવેલા આ શખ્સે તહેવારની મોસમમાં પેટ્રોલ છાંટી અને કાંડી ચાપી દીધી હતી. શહેરના બજરંગ વાડી પોલીસ ચોકીમાં આગ ભભૂકી ઉઠી અને સૌ કોઈ ત્રસ્ત રહી ગયા પરંતુ જ્યારે આ યુવક આગ ચાંપીને ભાગ્યો નહીં તો પોલીસને પણ આશ્ચર્ય થયું.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરમાં રવિવાર ના રોજ જામનગર રોડ પર આવેલા બજરંગ વાડી પોલીસ ચોકીને પેટ્રોલ છાંટી આગ લગાડવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. જોકે આગ લગાડ્યા બાદ પણ યુવાન પોલીસ ચોકી બહાર જ ઉભો રહ્યો હોવાનું સામે આવ્યું છે.

બજરંગવાળી પોલીસ ચોકીને આગ લગાડનાર વ્યક્તિનું નામ દેવજી ઉર્ફે દેવો ચાવડા છે. દેવજી અને તેની પત્ની વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ઘર કંકાસ અને આર્થિક સંકડામણને કારણે માથાકૂટ શરૂ છે. ત્યારે આજરોજ જેલમાં જ રહેવું છે તેમ કહી પોલીસ ચોકીને આગ લગાડી હતી. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે દેવજી ઉર્ફે દેવો ચાવડાને અટકાયત કરી તેના વિરુદ્ધ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાની તેમજ આઈપીસીની કલમ 436 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સ્ટેશનના દરવાજાને આગ લાગતા ની સાથે જ આજુબાજુના વેપારીઓ દોડી આવ્યા હતા. વેપારીઓએ પાણી છાંટી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. આગ લગાડ્યા બાદ યુવક ત્યાં જ ઉભો રહી સમગ્ર તમાશો જોઇ રહ્યાં પણ સામે આવ્યું છે.

(8:22 pm IST)