Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

૯૭ પેટી દારૂમાં ફરાર બુટલેગર પ્રતિક ચંદારાણાને ઝડપી લેવાયો

બી-ડિવીઝન પોલીસને જોઇ મોરબી રોડ પર હોન્ડા ફેંકી ભાગવા જતાં પકડાયોઃ અગાઉ તેના પિતાને પોલીસે પકડ્યો'તો

રાજકોટ તા. ૩૦: જુના માર્કેટ યાર્ડમાં ડુંગળી વિભાગમાંથી બી-ડિવીઝન પોલીસે અગાઉ દારૂનો જથ્થો ભરેલી પીકઅપવેન સાથે સામા કાંઠાના વૃધ્ધ બુટલેગરને  ૯૭ પેટી દારૂ સાથે ઝડપી લીધો હતો. આ ગુનામાં ફરાર મુખ્ય બુટલેગર પ્રતિક દિલીપ ચંદારાણા (ઉ.૨૬-રહે. ભગીરથ સોસાયટી-૭)ને પકડી લેવાયો છે.

બી-ડિવીઝન પોલીસે થોડા દિવસો પહેલા યાર્ડના ડુંગળી વિભાગમાં ચોક્કસ બાતમી પરથી દરોડો પાડી પોલીસે દિલીપ ચંદારાણાને ૯૭ પેટી દારૂ  સાથે પકડી લીધો હતો. તે વખતે પ્રતિકનું મુખ્ય સુત્રધાર તરીકે નામ ખુલ્યું હતું. ગત સાંજે બી-ડિવીઝનના પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરીમાં પીએસઆઇ એમ. એફ. ડામોર,  એએસઆઇ મહેશગીરી ગોસ્વામી, હેડકોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. અજીતભાઇ લોખીલ, મનોજભાઇ મકવાણા, પ્રકાશભાઇ ખાંભરા અને એભલભાઇ બરાલીયા પેટ્રોલીંગમાં મોરબી રોડ પર હતાં ત્યારે પોલીસને જોઇ પ્રતિક હોન્ડા ફેંકી ભાગી ગયો હતો. પોલીસે તેને પીછો કરી પકડી લીધો હતો.

પોલીસ સુત્રોના કહેવા મુજબ આ શખ્સ વિરૂધ્ધ પંદરથી વધુ ગુના નોંધાઇ ચુકયા છે. તે દારૂનો જથ્થો કયાંથી લાવ્યો? તે અંગે વિશેષ પુછતાછ થઇ રહી છે.

(3:55 pm IST)