Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

કાલથી રોયલ લોકોનો રોયલ જન્માષ્ટમી મેલા

આશુતોષ એસોસીએટ્સ દ્વારા પારીજાત પાર્ટી પ્લોટ ખાતે એક માસ સુધી આયોજન : જીગલી ખજુર અને ટીમ ૪ સપ્ટે. રંગ જમાવશેઃ અવનવી રાઇડ્સ, દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમોઃ ફ્રિ પાર્કીંગ

 રાજકોટઃ જેમા ઝાકમઝળ રોશનીથી ભરપુર આકર્ષક વિશાળ પ્રવેશદ્વાર અને ભવ્યાતીભવ્ય ડેકોરેશન, વિશાળ પાર્કિંગની સુવિધા સાથે સિકયુરીટીની કડક વ્યવસ્થા સીસીટીવી કેમેરા દ્વારા સમગ્ર મેળાનું મોનીટરીંગ, મિત્રો, સ્નેહીઓ, સગા સંબધીઓ સાથે માણવા જેવો મેળો એટલે રોયલ લોકોનો જન્માષ્ટમી રોયલ મેલા-તા.૩૧ ઓગષ્ટ થી ૩૦ સપ્ટેમ્બર પારીજાત, પાર્ટીપ્લોટ, રામાપીર ચોકડી પાસે, સ્ટલીંર્ગ હોસ્પિટલ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ ખાતે શરૂ થઇ રહયો છે. અવનવી રાઇડ્સ જેવી કે ટોરાટોરા, જાયન્ટ વ્હીલ,બ્રેકડાન્સ, સલામ્બો, રેન્જર રાઇડ્ઝ, ઝુલા, ફજેતફાળકા, નાવડી, જમ્પીંગ જેક, ૩૦ ફુટ ઉંચુ જમ્પીંગ, ફાઇવ ડી-શો, બુલ રાઇડ, હેલીકોપ્ટર, ચાંદ તારાનો આંનદ કંઇક ઔર જ છે સાથે સાથે અવનવા કરતબ સાથે મોતનો કુવો નિહાળવાનો આનંદ માણી શકાશે.

 આ વખતે ૪ સપ્ટેમ્બર જીગલી-ખજુર અને તેની ટીમ મેળામાં હરતા ફરતા ફની કાર્ટુન કેરેકટર્સ આપનું મન મોહી લેશે અને બાળકો માટે ખાસમખાસ અવનવી વેરાઇટીના નવીનતમ રમકડાઓનો ખજાનો ધરાવતા ખાસ સ્ટોલ્સ પણ છે.

 રોયલ મેળામાં બહેનો માટે ખાસ શોપીંગની સુવિધા ધરાવતા સ્ટોલ જેમાં ઇમીટેશન જવેલરી આઇટેમ્સ, લેડીઝ ફુટવેર, લેડીઝ પર્સ, લેધર આઇટેમ્સ, કોસ્મેટીક આઇટેમ્સ, કીચનવેર આઇટેમ્સ, કુકીંગવેર આઇટેમ્સ, ગીફટ આર્ટીકલ્સ, ઉપરાંત વિવિધ પ્રકારનાં હેન્ડીક્રાફટસનો બેનમુન ખજાનો માણવા મળશે.

  મનોરંજનનો મહાસાગર સમા રોયલ લોકોના રોયલ મેળામાં રોજે રોજ અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે ફેન્સી ડ્રેસ કોમ્પીટીશન, કાનુડા કોમ્પીટીશન મટકી ફોડનું પણ આયોજન થયું છે.

 ઉપરાંત રોજેરોજ ખ્યાતનામ સીંગર આસીફ ઝેરીયા પ્રસ્તૃત હાર્મની ઇવેન્ટસના ઓરકેસ્ટ્રાના સંગાર્થે મસ્ત મસ્ત ફિલ્મી ગીતોની જમાવટ થશે. કમલેશ ડોડીયા પ્રસ્તૃત ડી.જે લુનાર સંગે ડી.જે. વીજ ડાન્સની મહેફીલો તો ખરી જ તેમજ થ્રીડી મેપીંગ શો, લાઇટ અને સાઉન્ડ શો , લેઝર શોની મજા માણવા મળશેે. 

 આ વર્ષે શ્રાવણ માસ-ગણપતિને અનુસંધાને શંકર ભગવાન થીમ બેઇઝડ ડેકોરેશન કરવામાં આવેલ છે. પાર્કિંગ સુવિધા ફ્રી રાખવામાં આવેલ હોવાનુ યાદીમાં જણાવાયું છે.

(3:44 pm IST)