Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

ન્યુ રીયલ જન્માષ્ટમી મેળોઃ પારિવારીક માહોલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો : સંગીતના સૂર રેલાશે

નાનામવા સર્કલ ખાતે કલાથી પ્રારંભઃ દશરથસિંહ વાળાનું આયોજન : જન્માષ્ટમીએ ''નંદ ઘેર આનંદ ભયો, શ્રીનાથજીની ઝાંખીના આયોજનઃ અવનવી રાઈઝ, રમકડાના સ્ટોલ્સ''

રાજકોટ,તા.૩૦: શહેરની રંગીલી જનતા માટે સાતમ- આઠમ એટલે કે જન્માષ્ટમી પર્વ અંતર્ગત દશરથસિંહ વાળા, વિરેન્દ્રસિંહ ગોહીલ, જયપાલસિંહ સોઢા- ઉપાસના ગ્રુપ આયોજીત દર વર્ષે શહેરના નાના મવા ચોકડી ખાતે ન્યુ રીયલ મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

જન્માષ્ટમીની ઉજવણી કરવા સૌરાષ્ટ્રભરમાંથી ઉજવણી કરવા સૌરાષ્ટ્રભરમાંથી લોકો વર્ષોથી મેળો માણવા રાજકોટ આવતા હોય છે. ત્યારે શહેરીજનો માટે ઉપાસના ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ન્યુ રીયલ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ તા.૩૧ થી ૨૬ સુધી નાના મવા ચોકડી ખાતે ન્યુ રીયલ મેળાનું આયોજન કરેલ છે.

જેમાં અવનવી રાઈડઝ તથા બાળકોને આકર્ષક રમકડાંના સ્ટોલ સાથેના ન્યુ રીયલ મેળામાં દરરોજ રાત્રે પારિવારીક માહોલમાં સાંસ્કૃતીક કાર્યક્રમો તેમજ ફીલ્મ કલાકારોની ઉપસ્થિતિમાં લોકોને મનોરંજન પુરૂ પાડવામાં આવે છે.

જન્માષ્ટમીના દિવસે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નાગદમન કાર્યક્રમની સાથોસાથ નામાંકિત કલાકારો દ્વારા શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ યોજવામાં આવે છે અને ત્યારબાદ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી પણ કરવામાં આવે છે. ન્યુ રીયલ મેળો માત્ર મેળો નહી પરંતુ એક પારિવારીક માહોલ જેવું વાતાવરણ જોવા મળે છે. શહેરીજનો માટે નવલા નજરાણારૂપી સફારીવર્લ્ડ મેળાની શોભામાં અભિવૃધ્ધિ કરશે. મેળાનો પ્રારંભ નિરાશ્રીત બાળાઓના હસ્તે કરવામાં આવશે. મેળામાં શહેરીજનોને સપરિવાર લાભ લેવા દશરથસિંહ વાળા, વિરેન્દ્રસિંહ ગોહીલ, જયપાલસિંહ સોઢાએ જાહેર નિમંત્રણ પાઠવેલ છે.

(3:44 pm IST)