Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

જિલ્લા પંચાયતમાં સતા માટે ખરાખરીનો ખેલઃ સરકારે કાલની સભા-કારોબારી અંગે અહેવાલ મંગાવ્યોઃ'રૂકાવટ'ના ભણકારા

ભાજપે બાગીઓને રેઢા મુકી દીધાઃ નાટકીય વળાંકની સંભાવના વચ્ચે કાલે બળાબળના પારખા : કોંગ્રેસ વ્હીપ આપશેઃ બાગીઓનું બળ તુટયુઃ 'આજે' ખાટરિયા જુથ પાસે ૨૧ સભ્યો : ભાજપે બાગીઓને રેઢા મુકી દીધાઃ નાટકીય વળાંકની સંભાવના વચ્ચે કાલે બળાબળના પારખા : કોંગ્રેસ વ્હીપ આપશેઃ બાગીઓનું બળ તુટયુઃ 'આજે' ખાટરિયા જુથ પાસે ૨૧ સભ્યો

રાજકોટ તા.૩૦ :. જિલ્લા પંચાયતની સામાન્ય સભા અને કારોબારી બેઠક આવતીકાલે મળનાર છે. કોંગ્રેસના અર્જુન ખાટરિયા અને ભાજપ પ્રેરિત કોંગીના બાગીઓ વચ્ચે કાલે બળાબળના પારખા થશે. સવારે ૧૦ વાગ્યે કારોબારી બેઠક અને ૧૦:૩૦ વાગ્યે સામાન્ય સભા બોલાવવામાં આવી છે. આજની સ્થિતિએ સંખ્યાબળમાં ખાટરિયાા જુથનો હાથ ઉપર દેખાય છે. તેના સભ્યો આજે સાંજ સુધીમાં રાજકોટ નજીક આવશે. ત્યાંથી કાલે સીધા સામાન્ય સભામાં લાવવામાં આવશે. ભાજપે આ વખતે બાગીઓને રેઢા મુકી દીધા છે. ખાટરિયા જુથ પાસે ૨૧ તથા સામી તરફ  ભાજપ તથા બાગીઓ મળીને ૧૫ સભ્યો હોવાનું કહેવાય છે. જો કે કારોબારીની સત્તા પાછી ખેંચવાનો ઠરાવ પસાર થાય તે પૂર્વે ઠરાવ અટકાવવા અથવા સામાન્ય સભા અટકાવવા માટે સરકારમાંથી હુકમ આવી જાય તેવી શકયતા નકારાતી નથી. બાગી જુથે સરકારના સહકારથી ખાટરિયા જુથના માર્ગે અવરોધ ઉભા કરવા તમામ તાકાત કામે લગાડી છે.

વિકાસ કમિશનરે બન્ને જુથની રજૂઆત સંદર્ભે પરિસ્થિતિની સત્તાવાર જાણકારી મેળવવા જિલ્લા વિકાસ અધિકારી પાસે અહેવાલ મંગાવ્યો છે. અહેવાલના આધારે કમિશનર ગણતરીની કલાકોમાં જ આગળનો નિર્ણય કરશે.

ખાટરિયા જુથ સામાન્ય સભા મારફત કારોબારી અને બાંધકામ સમિતિની સત્તા પરત લઈ લેવા માંગે છે. બાગી જુથ સત્તા પરત ખેંચવાના આ પ્રયાસને પડકારે છે. બન્ને જુથ તરફથી વિકાસ કમિશનર પાસે રજુઆત થઈ છે. કાલે બન્ને બેઠકોના પ્રારંભ સુધીમાં વિકાસ કમિશનર તરફથી કોઈ હુકમ આવી જાય તેવી શકયતા છે. ખાટરિયા જુથે કાનૂની અને રાજકીય રીતે પણ મોરચો માંડયો છે. કોંગ્રેસે પંજાના પ્રતીક પર ચૂંટાયેલા તમામ સભ્યોને કાલે પાર્ટી લાઈનમાં મતદાન કરવા વ્હીપ આપી દીધો છે.

ખાટરિયા જુથના સભ્યો પ્રદેશ અને વિપક્ષી નેતાને મળવા ગાંધીનગર પહોંચ્યા છે. કાલે જિલ્લા પંચાયતમાં શું થશે ? તેવા સવાલ સાથે રાજકીય ઉત્તેજના વ્યાપી ગઈ છે.

(3:27 pm IST)