Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

હાય રે બેકારી..

કોર્પોરેશનમાં ઇજનેર કક્ષાની ૩૫ જગ્યાઃ ૧૩,૫૦૦ અરજીઓના ઢગલા

આસી. ઇજનેર, વર્ક આસી., ડે. એકસ. ઇજનેર સહિતની ખાલી જગ્યા ભરવા કાર્યવાહી : રવિવારે સ્નાનાગારમાં સંચાલક અને તાલીમ માસ્ટરના ઇન્ટરવ્યુ

રાજકોટ,તા.૩૦: મ્યુનિ. કોર્પોરેશનમાં વિવિધ ખાલી જગ્યા ભરવા કાર્યવાહી કરવામાં  આવતા નોકરી વાંચ્છુકો દ્વારા અરજીઓના ઠગલા થવા પામ્યા છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા તાજેતરમાં ડે.એકઝ.ઇજનેર-સીવીલની ૧, ડે.એકઝ.ઇજનેર-ઇલેકટ્રીકલની ૧, આસી.ઇજનેર-સીવીલની ૧૦, વર્ક.આસી-સીવીલની ૧૭, વર્ક.આસી.-મીકેનીકલની ૬ સહિતની કુલ ૩૫ જગ્યા ભરવા ઓન લાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. આ અરજી સ્વિકારવીની છેલ્લી તારીખ પુર્ણ થયા બાદડે.એકઝ.ઇજનેર-સીવીલમાં  ૬૦૦ ડે.એકઝ.ઇજનેર-ઇલેકટ્રીકલમાં ૪૦૦, આસી.ઇજનેર-સીવીલમાં ૬૦૦૦, વર્ક.આસી-સીવીલમાં ૪૫૦૦, વર્ક.આસી.-મીકેનીકલમાં ૨૦૦૦ સહિત કુલ ૧૩,૫૦૦ ઉમેદવારોએ અરજીઓ કરી છે.

રવિવારે ઇન્ટરવ્યુ

જ્યારે કોર્પોરેશન સંચાલિત સ્નાનાગારમાં સંચાલક અને તાલીમ માસ્ટરની ૧-૧ ખાલી જગ્યા ભરવા તા. ૨ના રવિવારે ઇન્ટરવ્યુ લેવામાં આવશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

૫૫ જુનિયર કલાર્કને વિજયભાઇના હસ્તે ઓર્ડર અપાયા : ટેકસ શાખામાં સૌથી વધુ ૧૮ ફાળવાયા

રાજકોટ : મ્યુનિ. કોર્પોરેશનમાં જુનિયર કલાર્કની ૫૫ ખાલી જગ્યા ભરવા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ૬૦ હજાર ઉમેદવારોમાંથી ૪૫ હજાર લોકો પરીક્ષા આપી હતી. આ પરીક્ષાના મેરીટના આધારે ૩૬૪ ઉમેદવારોની પ્રેકટીલ પરીક્ષા લેવામાં આવી હતી. જેના મેરીટ પ્રમાણે ૫૫ જુનિયર કલાર્કને આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઓર્ડર આપવામાં આવ્યા છે. તેમ મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, જુનિયર કલાર્કોને વેરા શાખા, મહેકમ, બાંધકામ, સોલીડ વેસ્ટ, આરોગ્ય, આરડીસીએસએલ સહિતના વિભાગમાં ફાળવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ ટેકસ શાખામાં ૧૮ને નિમણૂંક આપવામાં આવી.

(3:26 pm IST)