Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

વોર્ડ નં. ૧૪માં બહોળી સંખ્યામાં મહિલા તથા પુરૂ.ષો ''આપ''માં જોડાયા

સેન્ટ્રલ ઝોન પ્રભારી વિપુલભાઇ તેરૈયા, વોર્ડ નં. ૧૪ ના પ્રમુખ કૌશિકભાઇ સોરઠીયા તથા મિનાબેન સરવૈયા, વિપુલભાઇ એમ. સરવૈયાના પ્રયાસોથી સોરઠીયા પ્લોટ વિસ્તારમાંથી આશરે ૧૦૦ થી વધુ કાર્યકરો, આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રભાવીત થઇ પાર્ટીમાં જોડાયેલ હતા. એમને રાજકોટ શહેર અધ્યક્ષ શ્રી શિવલાલ પટેલ, મહામંત્રી સંજયસિંહ વાઘેલા, સંગઠન મહામંત્રી રાહુલભાઇ ભુવા, ઇસ્ટ ઝોન પ્રભારી રાકેશભાઇ સોરઠીયા, શહેર મહિલા પ્રમુખ રાજલબેન ગઢવી, મહિલા સંગઠન મહામંત્રી તનુજાબેન દોશી, મહિલા મંત્રી પુનમબેન આગોલાની ઉપસ્થિતિમાં આવકારવામાં આવ્યા હતા. તેમ શહેર અધ્યક્ષ શિવલાલ પટેલની યાદીમાં જણાવેલ છે. 

(4:04 pm IST)