Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

સોમવારે સંવેદના દિવસ : વિજયભાઈના કાર્યક્રમો અંગે અધિકારીઓ - પદાધિકારીઓની સમીક્ષા

રાજકોટ, તા. ૩૦ : રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો ૨ ઓગષ્ટે જન્મદિન છે. તે દિવસે રાજકોટમાં સંવેદના દિવસ તરીકે ઉજવણી થશે. કલેકટર, કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા કાર્યક્રમોની હારમાળા અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તસ્વીરમાં રાજકોટના ડી.એચ. કોલેજ ખાતે બની રહેલ ડોમ, સાફસફાઈ થઈ રહેલી નજરે પડે છે. ડી.એચ. ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત એસ્ટ્રોન ચોકમાં આવેલ જનકલ્યાણ હોલ ખાતે પણ મહત્વના કાર્યક્રમો થનાર છે. આ સંદર્ભે આજે કલેકટર શ્રી અરૂણબાબુ, મ્યુનિસિપલ કમિશ્નર શ્રી અમિત અરોરા તથા પોલીસ અધિકારીઓ તેમજ ભાજપના ધરખમ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ અને અન્યએ તમામ સ્થળોની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યુ હતું. જરૂરી સુધારા - વધારા અંગે જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીઓને સુચના આપી હતી. તે નજરે પડે છે. કલેકટર અને નીતિનભાઈ ભારદ્વાજે તથા પોલીસ અધિકારીઓએ બંને સ્થળની મુલાકાત લઈ સમીક્ષા કર્યા બાદ કાર્યક્રમો ફાઈનલ કર્યા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(1:10 pm IST)