Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

વિઠ્ઠલભાઇની સ્મૃતિમાં ભૂપત બોદર દ્વારા સેવાકાર્ય

રાજકોટ : જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર દ્વારા ગઇ કાલે ખેડૂત નેતા પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયાની દ્વિતીય પુણ્યતિથિ નિમિતે શ્રીમતી દૂધીબેન જસમતભાઇ બોદર ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી સેવાકાર્યો કરી અનોખી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. હીના ફાઉન્ડેશન સાથે સંકળાયેલા દિવ્યાંગોને ભાવતુ ભોજન કરાવાયેલ અને સિવિલ હોસ્પિટલના દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું. સેવાકાર્યમાં ભૂપત બોદર સાથે સંજય રંગાણી, રાજેષ ચાવડા, કેયુર ઢોલરિયા, નિલેષ ખૂટ, રસિક ખૂટ, સી.ટી.પટેલ, મહેશ આસોદરિયા, મહેશ આટકોટિયા વગેરે જોડાયા હતા. શ્રી બોદરે આ તકે સ્વ. વિઠ્ઠલભાઇના યોગદાનની પ્રશંસા કરી હતી.

(12:07 pm IST)