Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

રાજ્યનો સૌપ્રથમ જમીન સંપાદન એવોર્ડ રાજકોટના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહીલને

અમદાવાદ -રાજકોટ હાઇ-વે છ માર્ગીય કામગીરી માટે અપાયો એવોર્ડ

રાજકોટ,તા.૩૦: ગુજરાત સરકાર દ્વારા રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇ-વેની લાંબાગાળાની ટ્રાફીક સમસ્યા નિવારણ અર્થે હયાત ચાર માર્ગીય હાઇ-વેની પહોળાઇ વધારી ૬ માર્ગીય કરવાની કામગીરી ચાલી રહેલ છે. જેના જમીન સંપાદન અર્થે રાજકોટ જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહન દ્વારા રાજકોટ શહેર-૨, નાયબ કલેકટર ચરણસિંહ ગોહિલને અધિકૃત કરાયા છે.

રાજકોટ તાલુકાના હીરાસર, રામપરા બેટી, કૃચિયાદડ, કુવાડવા, તરધડીયા, માલિયાસણ અને આણંદપર (નવાગામ)ની રોડ ટચ જમીનો સંપાદન કરવાની આ કામગીરીમાં જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહનના માર્ગદર્શન અને સંકલન હેઠળ ગુજરાત સ્ટેટ ઓથોરિટી અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા હકારાત્મક પ્રયત્નોના ફળસ્વરૂપ વિના વળતરે નેશનલ હાઇવેમાં સંપાદન કરવામાં આવેલ છે. હાલ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે ૪૫ મીટર પહોળો છ. જેને પહોળો કરી ૬૦ મીટરાનો સિકસ લેન હાઇવે કરવામાં આવી રહ્યો છે. આ માટે રોડની બંને સાઇડ જમીન સંપાદન કરવાની થાય. રોડની બંને સાઇડ ખેતીન જમીનો ધરાવતા ખેડૂતો દ્વારા રોડ પહોળો થતા તેમની જે જમીનો કપાત થાય વે. તેઓએ વિના વળતરે નેશનલ હાઇવે ઓથોરીટીને કબજા સોંપી આપેલ છે. આવા ખેડૂતોને તેનો લાભ બિનખેતી સમયે રૂડા દ્વારા અપાશે.

આમ, કલેકટરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી કાર્યપાલક ઇજનરેશ્રી રાષ્ટ્રીય  ધોરી માર્ગ વિભાગ, જમીન સંપાદન અધિકારી, (નાયબ કલેકટરશ્રી રાજકોટ શહેર-૨) અને રૂડાના મુખ્ય કારોબારી અધિકારીશ્રી દ્વારા જે મહેનત કરવામાં આવેલ છે. તેના કારણે ખેડૂતોને ફાયદો થયેલ છે. તથા આ પ્રકારનો એવોર્ડ ગુજરાતના જમીન સંપાદનના ઇતિહાસમાં રાજકોટ ખાતે પ્રથમવાર થયો છે.

(3:59 pm IST)