Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

દુકાનોમાં સોશ્યિલ ડીસ્ટન્સનુ પાલન ન કરનારા વેપારીઓ સહિત ૪૧ દંડાયા

રાજકોટ તા. ૩૦ : શહેરમા કોરોના મહામારીના પગલે જાહેર કરાયેલા જાહેરનામાના અમલ માટે પોલીસ સક્રીય કામગીરી કરી રહી છે. જેમાં ગઇકાલે જુદા-જુદા વિસ્તારમાં દુકાન બહાર ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનારા વેપારીઓ તથા રીક્ષામાં વધુ પેસેન્જર બેસાડી નીકળેલા ચાલકો સહિત ૪૧ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેની વીગતો આ મુજબ છે.

એ ડીવીઝન પોલીસે કોઠારીયા નાકા પાસેથી અભીજીતસિંહ બળવંતસિંહ જેઠવા, લોધાવડ ચોક પાસેથી કેવલ હર્ષદભાઇ મડીયા, ત્રીકોણબાગ પાસેથી અમીત રસીકભાઇ રાઠોડ, પેલેસ રોડ પરથી પરવેઝ આલમભાઇ પઠાણ, લોધાવડ ચોક પાસેથી ખુશાલ હરીશભાઇ અગ્રાવત, અંડરબ્રીજ પાસેથી દીલીપ અમૃતલાલ ચોલેરા, તથા બી ડીવીઝન પોલીસે સંતકબીર રોડ પરથી રવી કિશોરભાઇ પરમાર, જલા ગેલાભાઇ જોગરાણા, વિશાલ દામજીભાઇ મકવાણા, મોરબી રોડ જકાતનાકા પાસેથી રાહુલ જયંતીભાઇ વડેચા, જયરાજ સાદુરભાઇ રાતડીયા, આતીશ નારણભાઇ ધુસડીયા થોરાળા પોલીસે અમુલ સર્કલ પાસેથી અફરોજ રફીકભાઇ માણસી, વીજય ભુપતભાઇ ચાવડા, ભાવનગર રોડ થોરાળા પોલીસ સ્ટેશન સામેથી મનસુખ લખમણભાઇ સીતાપરા, રાહુલપરી કૈલાશપરી ગૌસ્વામી, વિવેક પ્રવિણભાઇ વાગડીયા, દિવ્યેશ નાથાભાઇ ધધડા, ભાવનગર રોડ એમ.એમ.સ્ક્રેપ નામની દુકાન ધરાવતા નિાલ મહુંમદભાઇ બ્લોચ, તથા ભકિતનગર પોલીસે કોઠારીયા રોડ શાળા નં. ૬૧ પાસેથી રાજેન્દ્ર રૂપસીંગભાઇ નકુમ, સાધના સોસાયટી મેઇન રોડ પરથી દેવેન જીવનભાઇ રાઠોડ, વિજય બટુકભાઇ ટાંક, ભાવેશ વિનુભાઇ સોલંકી તથા આજીડેમ પોલીસે આજીડેમ ચોકડી પાસેથી  રીક્ષાચાલક ભરત લક્ષ્મણભાઇ વડાતર, રમઝાન મોહંમદભાઇ પરમાર, ગોંડલ રોડ પરથી સાહીલ યાસીનભાઇ મલેક, સોહીલ, મહંમદભાઇ બ્લોચ કોઠારીયા રોડ પરથી પંકજ વાલજીભાઇ ભુવા, કીરીટ રંગીનદાસભાઇ ગોંડલીયા, ગોંડલ હાઇવે માલધારી હોટલ પાસેથી હાજી મામદભાઇ સુમરા, તથા માલવીયાનગર પોલીસે કાલાવડ રોડ કોટેચા ચોક પાસેથી યજ્ઞેશ પ્રદિપભાઇ ભટ્ટ, મહેન્દ્રભાઇ ઉર્ફે લાલો પ્રવિણભાઇ સંચાણીયા, કે.કે.વી. ચોક પાસેથી જાવેદ ઇકબાલભાઇ પીપરવાલીયા, તથા પ્રનગર પોલીસે જંકશન મેઇન રોડ પરથી રીક્ષાચાલક સુરેશ અવચરભાઇ મકવાણા, ચીરાગ અમરશીભાઇ સોલંકી, હનીફ ઉમરભાઇ દલ, મોટીટાંકી ચોક પાસેથી સેજાદ યુનુસભાઇ લંઘા, સલીમ અયુબભાઇ નીડાવાલા, જંકશન પોલીસ ચોકી પાસેથી નીલેશ ભીખુભાઇ નગેવાડીયા તથા ગાંધીગ્રામ પોલીસે નાણાવટી ચોક પાસેથી બ્રીજેશ સુભાષભાઇ વારા, હર્ષ જીતેન્દ્રભાઇ જેઠવા, તથા તાલુકા પોલીસે વિશ્વકર્મા સોસાયટીમાંથી ધર્મેશ કનુભાઇ ઝરીયા, જીવરાજ પાર્ક પાસેથી મનદીપ નરેશભાઇ ડઢાણીયા, કટારીયા ચોકડી પાસેથી  દર્શીત હરેશભાઇ જોષી, તથા યુનિવર્સિટી પોલીસે જે કે ચોક પાસેથી ગોપાલ પ્રેમજીભાઇ નકુમને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:57 pm IST)