Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

UPSC કોચીંગ તાલીમ માટે ૨૦૦ બેઠકો ઉપર ૧૨૫૦ છાત્રોએ પરીક્ષા આપી

રાજકોટ,તા.૩૦ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના સંયુકત ઉપક્રમે આઈએએસ આઈપીએસ બનવા માગતા વિદ્યાર્થીઓ માટે નિશુલ્ક upsc કોચિંગ ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરિસરમાં ચલાવવામાં આવે છે. ગત વર્ષે ૨૦૧૯માં ગુજરાત રાજયના સંવેદનશીલ અને કર્મઠ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં અને એમની પ્રેરણાથી આ— su jio upsc ભવન શરૂ કરવામાં આવ્યું Jio ના સંસ્થાપક માર્ગદર્શક અને પરમ આદરણીય ગુરુદેવ પ.પૂ.નયન પદ્મ સાગર મહારાજસાહેબ અને પ.પૂ. મયના મહાસતીજી ની પ્રેરણાથી અને એમના સહયોગથી upsc ભવન કાર્યરત છે.

સૌરાષ્ટ્રના અનેક ગુજરાતના ગુજરાતી વિદ્યાર્થીઓ આઈએએસ આઈપીએસ બને અને સારા એડમિનિસ્ટ્રેટર તરીકે ભારત રાષ્ટ્રની સેવા કરે તેવા ઉદ્દેશ્યથી કાર્યરત છે. ચાલુ વર્ષે જુલાઈ માસમાં યુપીએસસી પરીક્ષામાં બેસવા માગતા વિદ્યાર્થીઓ ની ટ્રેનિંગ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત ૧૨૫૦ વિદ્યાર્થીઓએ ૨૦૦ સીટ માટે પરીક્ષા આપી આ ૧૨૫૦ વિદ્યાર્થીઓએ અત્યારની મહામારીના સમયમાં રૂબરૂ આવું ન પડે એ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને jio દ્વારા વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપી શકે એ માટે ઓનલાઇન  એમ.સી.કયુ પરીક્ષા અંતર્ગત તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા સારી રીતે પૂર્ણ કરી. આ તમામ વિદ્યાર્થીઓ માંથી હવે સારા ૨૦૦ વિદ્યાર્થીઓ પસંદ કરવા માટે ઇન્ટરવ્યૂ પ્રોસેસ શરૂ કરવામાં આવનાર છે.

જે અંતર્ગત પસંદ પામી સિલેકટ થનાર સારા વિદ્યાર્થીઓનું મેરીટ લિસ્ટ બનાવી અને આ તમામ વિદ્યાર્થીઓને ૧૭ ઓગસ્ટથી શરૂ થનારા કલાસ અંતર્ગત કોચીંગ આપવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને jio દ્વારા સૌરાષ્ટ્રના અને ગુજરાતના વિદ્યાર્થીઓ આઇએએસ આઇપીએસ બને એ દિશામાં પહેલ કરવામાં તેમજ મહેનત ઉઠાવવામાં સિન્ડિકેટ સભ્ય અને સેન્ટરના મેઈન કો-ઓર્ડીનેટર ડો.મેહુલ ભાઈ રૂપાણી તથા કો-ઓર્ડીનેટર ડો. નિલેશ ભાઈ સોની.   નિકેશભાઈ શાહ ,  દિપકભાઈ પટેલ ,શ્રી રાહુલભાઈ કુંડુ ,  વૈભવ શાહ ,  હિતેશભાઈ જોશી, નિમિષાબેન વગેર ઉઠાવી રહ્યા છે.

જીઓ તરફથી પુરા ભારતના પ્રેસીડન્ટ   ઘેવરચંદ્રજી, દિલ્હીના ડિરેકટર સંજયભાઈ જૈન, ગુજરાતના પ્રેસિડેન્ટ રાજુભાઇ શાહ રાજકોટના ચેરમેન ચંદ્રકાંતભાઇ શેઠ આ તમામ શ્રેષ્ઠીઓની પ્રેરણા અને સહયોગથી સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં બાળકો આઇએસ અને આઈપીએસ બને એ દિશામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાર્યકરી રહી છે.

(3:54 pm IST)