Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

ભરાડ સ્કુલના સંચાલક જતીન ભરાડનો કોરોના રીપોર્ટ પોઝિટિવ

છેલ્લા ત્રણ દિવસથી લક્ષણ જણાતા રિપોર્ટ કરાવતા પોઝીટીવ આવ્યો : ઘરે જ આઈસોલેશનથી સારવાર શરૂ

રાજકોટ તા. ૩૦ : શહેરની ભરાડ સ્કુલના સંચાલક જતીનભાઇ ભરાડનો કોવીડ-૧૯નો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની સાથે સંપર્ક ધરાવતા લોકોમાં ચિંતા છવાય છે.

તાજેતરમાં રાજ્ય સરકારનો 'ફી'નો પરીપત્ર સામે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે ઉગ્ર વિરોધ કર્યો હતો. જતીનભાઇ ભરાડ ખાનગી શાળા સંચાલક મહામંડળના હોદ્દેદાર હોય અનેક સાથે ચર્ચા - વિચારણા કરી હતી અને ખાનગી શાળાઓના પ્રશ્ને સતત કાર્યરત છે. જતીન ભરાડને કેટલાક કોરોનાના શંકાસ્પદ લક્ષણો માલુમ પડતા જાતે જ કોવિડ-૧૯નો રિપોર્ટ કરાવેલ જે પોઝિટિવ આવતા હોમ આસોલેશન થયા છે અને જરૂરી સારવાર લઇ રહ્યા છે.

(3:53 pm IST)