Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

હાલ છુટોછવાયો, ૭મી સુધીમાં ઘણા વિસ્તારો કવર કરશે

ચોમાસુધરીનો પશ્ચિમ છેડો નોર્મલ નજીક : અપરએર સાયકલોનીક સરકયુલેશન દક્ષિણ આંધ્ર અને તામિલનાડુના દરિયાકિનારા નજીક છે : તા.૨ ઓગષ્ટ સુધી છુટાછવાયા વિસ્તારોમાં ઝાપટા, હળવો મધ્યમ અને કયાંક ભારે તો તા.૩ થી ૭ ઓગષ્ટ સુધી વરસાદના વિસ્તારો અને તેની માત્રામાં વધારો થશે : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૩૦ : વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા. ૩૦ જુલાઈથી ૨ ઓગષ્ટ સુધીની આગાહી કરતાં જણાવ્યુ છે કે ૨ ઓગષ્ટ સુધી છુટાછવાયા વિસ્તારોમાં ઝાપટા, હળવો મધ્યમ અને કયાંક ભારે તો તા.૩ થી ૭ ઓગષ્ટ સુધીમાં વરસાદના વિસ્તારો અને તેની માત્રામાં પણ વધારો થશે. આગાહીના સમય દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ - ગુજરાતમાં ૭૫ ટકા વિસ્તારોમાં ૩૫ થી ૭૫ મી.મી. અને અમુક ભારે વરસાદના સેન્ટરોમાં ૧૦૦ મી.મી.થી વધુ શકયતા છે. જયારે બાકીના ૨૫ ટકા વિસ્તારોમાં ૩૫ મી.મી. સુધી વરસાદ વરસશે.

ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો નોર્મલ નજીક છે. જે ગંગાનગર, નારનોલ, વારાણસી, પટણા અને ત્યાંથી નાગાલેન્ડ તરફ વાયા મેઘાલય, આસામ તરફ જાય છે. એક અપરએર સાયકલોનીક સરકયુલેશન દક્ષિણ આંધ્રના કિનારા નોર્થ તામીલનાડુના કિનારા નજીક ૩.૧ થી ૫.૮ કિ.મી.ના લેવલે છે. એક ટ્રફ ૩.૧ કિ.મી.ના લેવલે ગોવાથી ગુજરાતને લાગુ પશ્ચિમ મધ્યમપ્રદેશ ઉપર છે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે ૩૦ જુલાઈથી ૨ ઓગષ્ટ અને ૩ થી ૭ ઓગષ્ટ સુધીની આગાહી કરતાં જણાવેલ કે તા.૩૦ થી ૨ ઓગષ્ટ સુધી છુટાછવાયા વિસ્તારોમાં ઝાપટા - હળવો - મધ્યમ તો કયાંક ભારે વરસાદ પડે. તા.૩ થી ૭ ઓગષ્ટ દરમિયાન વરસાદના વિસ્તારો વધશે. આગાહીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતના ૭૫ ટકા વિસ્તારોમાં ૩૫ થી ૭૫ મી.મી. અને ભારે વરસાદવાળા સેન્ટરોમાં ૧૦૦ મી.મી.થી વધુ વરસાદની શકયતા છે. જયારે બાકીના ૨૫ ટકા વિસ્તારમાં ૩૫ મી.મી. વરસાદની  સંભાવના છે.

તા.૫-૬ ઓગષ્ટ આસપાસ ઉપર એક સિસ્ટમ્સ નોર્થ ઈસ્ટ અરબી સમુદ્રમાં સૌરાષ્ટ્ર - કચ્છ નજીક બનવાની છે. જેથી તા.૬ આસપાસ એક બહોળુ સરકયુલેશન ૩.૧ કિ.મી.ના લેવલે ગુજરાતથી ઓડીસ્સા, પશ્ચિમ બંગાળ સુધી છવાશે.

તા.૭ ઓગષ્ટ સુધીની આગાહી

આગાહીના સમય દરમિયાન સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતના ૭૫ ટકા વિસ્તારોમાં ૩૫થી ૭૫ મી.મી. અને અમુક ભારે વરસાદના સેન્ટરોમાં ૧૦૦ મી.મી.થી વધુ શકયતા : બાકીના ૨૫ ટકા વિસ્તારોમાં ૩૫ મી.મી. સુધી વરસશે

(3:26 pm IST)