Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

ભાજપનો નગારે ઘાઃ લોકસભા મતક્ષેત્રનો 'તાગ' મેળવવા ૪ ઓગષ્ટથી ટીમ રાજકોટમાં

તમામ બેઠકોમાં સિનિયરોને જવાબદારી સોપી વિશ્લેષણઃ નરહરિ અમીન સંયોજકઃ હીરાભાઇ,પુષ્પદાન, પ્રદીપ ખીમાણી, અમીબેનનો સમાવેશ

રાજકોટ તા.૩૦: ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી છે. તમામ મતક્ષેત્રમાં ૩ થી ૫ અગ્રણીઓની પ્રભારીટીમ બનાવી તા.૧૫ ઓગષ્ટ સુધીમાં જે તે મતક્ષેત્રનો અહેવાલ આપવા જણાવાયુ છે રાજકોટ લોકસભા ક્ષેત્ર માટે તા.૪ ઓગષ્ટથી ટીમ બીજેપી મુકામ કરશે.

પ્રભારી ટીમને જે તે લોકસભા બેઠકની આંકડાકીય અને રાજકીય અને જ્ઞાતિગત સ્થિતિની સમીક્ષા કરવા જણાવાયું છે. છેલ્લી ધારાસભ્યની ચૂંટણીનું પરિણામ, કોંગ્રેસની સંભવિત તૈયારી, ભાજપ માટે સબળ અને નિર્બળ પાસાઓ વગેરે બાબતે જે તે ક્ષેત્રના બુથથી માંડી પ્રદેશ કક્ષાના નેતાઓ પાસેથી અભિપ્રાય મેળવાશે. તેનો અહેવાલ પ્રદેશ નેતાગીરીને અપાશે તેના આધારે પાર્ટી તરફથી ભવિષ્યમાં ચૂંટણીલક્ષી કામગીરી કરવામાં આવશે.

રાજકોટ લોકસભા બેઠક માટે આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરિ અમીન, પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, જૂનાગઢની સ્ટેન્ડિંગ કમીટીના પૂર્વ ચેરમેન પ્રદીપ ખીમાણી, પૂર્વ સંસદીય સચિવ હિરાભાઇ સોલંકી અને જામનગરના પૂર્વ મેયર અમીબેન પરિયાને જવાબદારી સોપાયેલ છે આ ટીમ તા.૪ ઓગષ્ટે મોરબી,વાંકાનેર, ટંકારાના કાર્યકરોને સાંભળશે. તા.૫ અને ૬ રાજકોટમાં વોર્ડવાઇઝ કાર્યકરોને મળશે તા.૭મીએ સવારે જસદણ જશે તે જ દિવસે સાંજે રાજકોટ ગ્રામ્ય અને જિલ્લાના બાકીના મત વિસ્તારના કાર્યકરોને મળશે.(૨.૮)

(12:01 pm IST)