Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈની અને ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાએ ચાર્જ સંભાળ્યો

સૈની મુળ રાજસ્થાન અલવરનાઃ એમબીબીએસ કર્યા પછી પોલીસમાં જોડાયાઃ મનોહરસિંહ દસ મહિનાથી ધોળકા એસીપી હતાં: સોૈરાષ્ટ્રમાં પહેલી વખત પોસ્ટીંગ

રાજકોટ તા. ૩૦: શહેરના બંને ઝોનના ડીસીપી ડો. કરણરાજ વાઘેલા અને બલરામ મીનાની બઢતી સાથે બદલી થતાં તેમની ખાલી પડેલી જગ્યાએ નવા ડીસીપી ઝોન-૧ તરીકે રવિ મોહન સૈની તથા ઝોન-૨ તરીકે મનોહરસિંહ જાડેજાએ આજે ચાર્જ સંભાળી લીધો છે.

રવિ મોન સૈની મુળ રાજસ્થાનના અલવર જીલ્લાના વતની છે. તેમણે ૨૦૦૧માં પોતે ધોરણ-૧૦માં ભણતા હતાં ત્યારે કોૈન બનેગા કરોડપતિ જુનિયરમાં કરોડપતિ તરીકે વિજેતા થઇ નામના મેળવી હતી. મુંબઇ વિશાખાપટનમમાં એમબીબીએસનો અભ્યાસ પુરો કરી ડોકટર તરીકે ઈન્ટર્નશીપ કર્યા પછી પોલીસમાં ભરતી થયા હતાં. ૨૦૧૪ની બેચના આ અધિકારીએ અગાઉ ખેડા, ભરૂચ અને સુરતમાં ફરજ બજાવી છે. આજે રાજકોટ ડીસીપી ઝોન-૧ તરીકે ચાર્જ સંભાળ્યો છે. અગાઉનો ઝોન-૧ કરણરાજ વાઘેલા પણ ડોકટર હતાં.

જ્યારે ઝોન-૨ ડીસીપી તરીકે ચાર્જ સંભાળનારા મનોહરસિંહ જાડેજા ધ્રોલના જાબીડા ગામના વતની છે. તેમણે બનાસકાંઠા, રાજપીપળા, ધોળકામાં ફરજ બજાવી છે. ધોળકામાં દસ મહિના સુધી એસીપી હતાં. હવે ડીસીપી તરીકે રાજકોટમાં મુકાયા છે. સોૈરાષ્ટ્રમાં તેમનું પહેલી વખત પોસ્ટીંગ થયું છે. બંને અધિકારીએ પોતે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જેસીપી સિધ્ધાર્થ ખત્રીની રાહબરી હેઠળ કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું. (૧૪.૧૫)

(4:20 pm IST)