Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

ગુજરાતમાં ભાજપના રાજમાં સ્ત્રીઓ- બાળકીઓ ઉપર અત્યાચારનો ધોધઃ કોંગ્રેસ

જીતુ વાઘાણી હાયહાય-ભાજપ ભગાવો-હાયરે ભાજપ જેવા સુત્રોચ્ચાર : મહિલા કોંગ્રેસનું કલેકટરને આવેદનઃ તાકિદે યોગ્ય કરવા માંગણી

શહેર મહિલા કોંગ્રેસે આજે દેખાવો યોજી કલેકટરને આવેદન પાઠવ્યું હતું. (તસ્વીરઃ સંદિપ બગથરીયા) (૧.૨૨)

રાજકોટ તા.૩૦: શહેર મહિલા કોંગ્રેસ મનીષાબા વાળા અને અન્ય આગેવાનોએ કલેકટરને આવેદન પાઠવી. ગુજરાતમાં વર્ષોથી એકચક્રી શાસન ભા.જ.પ.નું હોવાથી ભા.જ.પ.ના નેતા બેલગામ થઇ રહયા છે. તો રાજયમાં વધતા સ્ત્રીઓ/બાળકીઓ ઉપરના બળાત્કાર જેવા કિસ્સા બાબતે યોગ્ય કરવા માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેરાયું છે કે, ગુજરાતમાં બેન-બેટીઓની ઇજજત સલામત નથી. તાજેતરમાં જ ભા.જ.પ.ના નેતા જયંતિ ભાનુશાલીના કરતુત સામે આવેલ છે. બેનનું શોષણ કરી ગુજરાતની અસ્મિતાને કલંક લગાડેલ છે તેના વિરૂધ્ધમાં આવેદન પાઠવીને જણાવીએ છીએ કે, હવે જયારે મહિલા ઉપર અપકૃત્ય, બળાત્કાર જેવા બનાવો ડામવામાં સરકારની નિષ્ક્રીયતા સહન નહી કરી લ્યે અને જવાબદાર અધિકારીશ્રીઓ આ બાબત ગંભીરતાથી લેશે તેવી માંગણી કરેલ છે.

આવેદન સમયે જીતુ વાઘાણી હાય હાય, બેટી બચાવો ભાજપ ભગાવો, હાય રે ભાજપ, ભાજપ તારી તાનાશાહી, ભાજપ સરકાર બળાત્કારી સરકાર એવા બેનરો-સુત્રોચ્ચાર પોકારી મહિલાઓએ કલેકટર કચેરી ગજવી મુકી હતી. (૧.૨૨)

(4:10 pm IST)