Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

HIV ગ્રસ્‍ત ૩૦૦ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ


 રાજકોટઃ રાજકોટ ડીસ્‍ટ્રિકટ નેટવર્ક પીપલ લિવિંગ વીથ એચ.આઈ.વી. એઈડસ (આર. ડી.એન. પ્‍લસ) દ્વારા એચ. આઈ. વી. ગ્રસ્‍ત તથા અસરગ્રસ્‍ત ૩૦૦ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ કલેકટરશ્રી અરૂણ મહેશબાબુના અધ્‍યક્ષ સ્‍થાને  જૂની કલેકટર કચેરી ખાતે યોજાયો હતો. આ પ્રસંગે કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ બાળકોને પ્રોત્‍સાહન આપતા જણાવ્‍યું હતું કે, બાળકો એ આવતી કાલનું ભવિષ્‍ય છે. ત્‍યારે સૌ બાળકો નિયમિત અભ્‍યાસ કરે,  રમત - ગમતની પ્રવૃતિમાં ભાગ લઈને  ખૂબ આગળ વધે અને સમાજમાં પ્રતિષ્ઠિત સ્‍થાન પ્રાપ્ત કરે તેવી શુભકામના પાઠવુ છું.  આ તકે માનવ સેવા ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી નરેન્‍દ્રભાઈ ઝીબાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી સંદિપ વર્મા, વિરેન્‍દ્ર દેસાઈ, નાયબ મામલતદાર વર્ષાબેન વેગડા, ઉપપ્રમુખ ચેતનાબેન ગોહેલ, પ્રોજેક્‍ટ કો-ઓર્ડીનેટર પૂજાબેન વાઘમોર, અગ્રણી અમુભાઈ ભારદિયા, ડો. ઘનશ્‍યામભાઈ મહેતા, નરેન્‍દ્રભાઈ દવે ઉપસ્‍થિત રહ્યા હતા. જયારે આ કાર્યક્રમનું સંચાલન જગદીશ પટેલે કર્યું હતું.

 

(3:40 pm IST)