Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

કોથળા દોડ, લીંબુ ચમચી, સંગીત ખુરશી જેવી રમતોમાં બાળકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો

રાજકોટઃ શ્રી રજપૂત યુથ ફાઉન્‍ડેશન દ્વારા સોરઠીયા રજપૂત સમાજનાં બાળકો માટે શારીરિક અને માનસિક સ્‍વસ્‍થ કરતી રમતોનો ખેલ મહોત્‍સવ શ્રી નાગરબોર્ડીગ, ખાતે રાખવામાં આવેલ હતો.

આ ખેલ મહોત્‍સવનાં દિપપ્રાગ્‍ટયમાં અતિથી  વિશેષ તરીકે જાણીતા ન્‍યુરોસર્જન ડો. હેંમાંગભાઇ વસાવડા (મધુરમ હોસ્‍પિટલ),શ્રી મહેશભાઇ રાજપુત (કારડીયારજપૂતસમાજ-રામનાથપરા), શ્રી ઘનશ્‍યામભાઇ ડોડીયા (પ્રમુખઃ સોરઠીયા રજપુત સમાજ લીંબડી), શ્રી પ્રવિણભાઇ પરમાર (પરમાર સાયકલ), શ્રી પંકજભાઇ પઢીયાર, શ્રી પી.એમ.ચૌહાણ, શ્રીમતિ પ્રફુલાબેન ચૌહાણ, શ્રીમતિ સ્‍વાતીબેન રાઠોડ સહિતનાં ઉપસ્‍થિત રહ્યા હતા.

સોરઠીયા રજપૂત સમાજનાં ૭૫થી વધુબાળકોએ વિવિધ સ્‍પર્ધાઓ જેવી કે કોથળા દોડ, લીંબુ ચમચી, પોટેટો રેસ,  સંગીત ખુરશી અને ઇષ્‍ટો જેવી રમતમાં ઉત્‍સાહ ભેર ભાગ લીધેલ હતો. જુનીયર ગ્રુપમાં ૫થી ૧૧ વર્ષ અને સીનીયર ગ્રુપમાં ૧૨થી ૨૦ વર્ષ એમ બે કેટેગરી રાખવામાં આવેલ હતી. આ સ્‍પર્ધાઓનાં વિજેતાઓને ઇનામો અને સન્‍માન પત્ર આપી નવાઝવામાં આવેલ હતા.

આ સ્‍પર્ધામાં ંસીનીયર ગ્રુપમાં પરમારપ્રીયરાજદેવેન્‍દ્રસિંહ, રાઠોડ વિદ્યા, ચૌહાણ રીયા કે, સોલંકી યુગ તેમજ જુનીયરમાં પ્રાચી આર., પરમાર રાજવીર પી., રાઠોડ માહી પી. તેમજ  કોથળા દોડમાં સીનીયરમાં શીવરાજ વી. ચૌહાણ, વિદ્યા રાઠોડ, ચાવડા હેત્‍વી તથા જુનીયરમાં ધ્‍યેય રાઠોડ, પરમાર રૂત્‍વી, માહી રાઠોડ વિજેતા થયેલ છે. જયારે પોટેટા રેસમાં  સીનીયરમાં રાઠોડ વિરાજ એસ., પરમાર રાજવી, ડાયમા કૃપાલ જે. તેમજ જુનિયરમાં પરમાર જહાન્‍વી, શિવરાજ ચૌહાણ, દર્શન વાઢેર, રાઠોડ વિવેક વિજેતા થયેલ હતા. ઉપરાંત સંગીત ખુરશીમાં જુનીયરમાં રાઠોડ વંશ, પરમાર રાજવી, વાઠેર રાજવી અને સીનીયરમાં પરમાર રૂત્‍વી, ડોડીયા ભુમી, ચાવડા હેત્‍વી વિજેતા થયેલ છે. જયારે ઇષ્‍ટોમાં જુનીયરમાં રાઠોડ  વિરલ, પરમાર રાજવીર, ડાયમા કૃપાલ અને સીનીયરમા ભાવિકા પરમાર, પરમાર રૂત્‍વી, સોલંકી યુગને વિજેતા જાહેર કરેલ હતા. જયારે સુપર સીનીયર ઇસ્‍ટોમાં સંજયભાઇ સોલંકી, તૃપ્તી પ્રેજ્ઞશભાઇ રાઠોડ અને રાઠોડ જયશ્રીબેનને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા.

આ સ્‍પર્ધા માટે પ્રકાશભાઇ ચૌહાણ, સ્‍વાતીબેન રાઠોડ, ઘનશ્‍યામભાઇ ડોડીયા, પંકજભાઇ પઢીયાર, પ્રવિણભાઇ પરમાર, પ્રવિણભાઇ ચૌહાણ, પ્રફુલાબેન ચૌહાણ, સંજયભાઇ સોલંકી અને જીતેશભાઇ ચૌહાણ તરફથી અનુદાન મળેલુ હતું.

આ આયોજનને સફળ બનાવવા શ્રી રજપૂત યુથ ફાઉન્‍ડેશનનાં પ્રમુખ ભાર્ગવ પઢીયાર ઉપપ્રમુખ-અલ્‍પેશ ગોહીલ, સેક્રેટરી-વિરલ રાઠોડ (વિક્કી), જોઇન્‍ટ સેક્રેટરી-વિજયસિંહ ચૌહાણ (શ્રી શ્રી ઓમ ફાયનાન્‍સ), ટ્રેઝરર- ગૌરવ ચૌહાણ, તેમજ કારોબારી સભ્‍ય મિલન પરમાર, વિપૂલ ચૌહાણ સહીત મન્‍સ્‍વીબેન પઢીયાર, રેખાબેન ગોહીલ, જાગૃતિબેન ચૌહાણ, રૂપલબેન રાઠોડ, ગીતાબેન ચૌહાણ, વૈશાલીબેન પરમારએ જહેમત ઉઠાવેલ હતી.

(2:48 pm IST)