Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

રાજકોટ જીલ્લામાં જુગારના ૩ દરોડા ૧૦ પત્તાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડયા

લોધીકાના ચીભડા ગામે ૩, શાપર-વેરાવળમાં ૩ અને જસદણના ગોંડલાધાર ગામે ૪ શખ્‍સો પત્તા ટીંચતા પકડાયા

રાજકોટ,તા. ૩૦ : જીલ્લામાં જુગારના ત્રણ દરોડોમાં દસ પત્તાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા હતા.

પ્રથમ દરોડોમાં લોધીકાના ચીભડા ગામ બાપા સીતારામની મઢુલી પાસે કોળીવાસમાં બજારમાં રસ્‍તા પર સ્‍ટ્રીટલાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પીએસફઆઇ કે.કે.જાડેજાના માર્ગદર્શન હેઠળ પો.કો.ભોજાભાઇ સહિતના સ્‍ટાફે રેઇડ કરી જુગાર રમતા (૧) નીલેષ ચંદુભાઇ વાઘેલા (૨) સાગર ચંદુભાઇ વાઘેલા (૩) પીન્‍ટુ તનસુખભાઇ વાઘેલા રે. ત્રણેય ચીભડાને રોકડા રૂા. ૧૧,૨૦૦ અનુ ગંજીપત્તા સાથે લોધીકાના પો.કો.ભોજાભાઇ ત્રમટાએ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

બીજા દરોડામાં શાપર -વેરાવળમાં વેરાવળ (શા) સરધારી ધાર પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના મળતા પી.એસ.આઇ કુલદીપસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ સહિતના સ્‍ટાફે રેઇડ કરી જુગાર રમતા (૧) વલ્લભ બાબુભાઇ મકવાણા રહે. વેરાવળ (શા) અજંતા કારખાનાની ઓરડીમાં (૨) મયુર દીપકભાઇ ગોરડ રહે.રીબડા રેલ્‍વે સ્‍ટેશન પાસે ગુંદાસરા રોડ તથા (૩) છોટુ શ્રી સુદનભાઇ યાદવ રહે. વેરાવળ (શા) મસ્‍કત ફાટક પાસે કે.કે.ઓટો ફોર્જ કારખાનાની ઓરડીને રોકડા રૂા. ૧૦,૦૪૦ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા.

ત્રીજા દરોડોમાં જસદણ ગોડલધાર ગામના રામજી મંદિર પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પી.આઇ. કે.જે.રાણાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્‍સ. પુનીતભાઇ અગ્રવાત સહિતના સ્‍ટાફે રેઇડ કરી જુગાર રમતા (૧) જેમા ભીખાભાઇ માણકોલીયા (૨) વનરાજ કુરજીભાઇ માણકોલીયા (૩) ભાવેશ દિનેશભાઇ ઝાપડીયા તથા (૪) જેન્‍તી તળશીભાઇ સાંકળીયા રે. તમામ ગોંડલાધારને રોકડા રૂા. ૧૩,૧૦૦ અને ગંજીપત્તા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(12:11 pm IST)