Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

રાજકોટ એસટી ડિવીઝનની ૧પર એકસપ્રેસ બસો અને ૪પ રાત્રી (લાંબા અંતરની) બસો મધરાતથી દોડવા માંડશે

રાજકોટથી સૂરત-અમદાવાદ-વડોદરા-વલસાડ-વાપી-ઉના-મધ્ય-દક્ષિણ ગુજરાત-ભૂજની રાત્રી બસો દોડવા તૈયાર : મધરાતથી ર હજાર એકસપ્રેસ બસો ગુજરાતભરમાં દોડશેઃ લોકલ બસો હાલ પોઇન્ટ ટુ પોઇન્ટ દોડાવાશે

રાજકોટ તા. ૩૦ : સમગ્ર દેશમા સોમવારથી અનલોક રનો અમલ શરૂ થઇ ગયો છે. ત્યારે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લઇને એસ.ટી. નિગમની તમામ એકસપ્રેસ બસોનું સંચાલન ચાલુ કરવાની જાહેરાત કરી છે. આજે મધરાત્રે ૧ર વાગ્યાથી રાજકોટ એસ.ટી. ડિવીઝનની નાઇટ શીફટ સ્લીપીંગ કોચ અને લાંબા અંતરની તમામ એકસપ્રેસ બસો શરૂ થઇ જશે તેમ રાજકોટ એસટીના અધિકારી સુત્રોઓ ઉમેર્યું હતું તેમેણે જણાવેલ કે રાજકોટ ડિવીઝનની તમામ ૧પર એકસપ્રેસ બસો નાઇટ શીફટની ૪પ બસો મધરાતથી દોડવા માંડશે.

આ માટે નિગમના તમામ ૧૬ વિભાગના નિયામકોને પરિપત્ર પાઠવીને તૈયારીઓ શરૂ કરવાની સુચના આપી દેવાઇ હતી.  જો કે હાલમાં આંતરરાજ્ય બસ સેવા બંધ રખાશે મતલબ કે, એક રાજયમાંથી બીજા રાજયમાં જવા માટેની બસો ચાલુ નહી થાય.

કોરોના સંક્રમણને લીધે લોકડાઉન જાહેર કરાયું તે પહેલાં એટલે કે રર માર્ચથી એસ.ટી.બસ સેવા બંધ કરાઇ હતી. એ પછી ર૦ મેથી હંગામી ધોરણે સવારના ૭ થી સાંજના ૬ વાગ્યા સુધી ફકત ઝોન વાઇસ બસ સેવા ચાલુ કરાઇ હતી.

ત્યારબાદ અનલોક ૧માં થોડી વધુ છુટછાટ મળતા ૧ જુનથી રાજયભરમાં કન્ટેન્મેન્૭ અને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં બસ સેવા ચાલુ કરી દેવામાં આવી હતી.

હવે અનલોક ર માં રાત્રી દરમિયાન એકસપ્રેસ બસ સેવા પણ ચાલુ કરી દેવાનો નિર્ણય લેવાયો છે પણ બીજા રાજયો માટેની બસ સેવા ચાલુ નહીં થાય. રાજયમાં આજ મધરાતથી એટલે કે ૧ જુલાઇથી ર૦૦૦ એકસપ્રેસ બસો દોડતી થઇ જશે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

(4:10 pm IST)