Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

મ.ન.પા.નાં સામાન્ય વહીવટ વિભાગના કર્મચારી નિતીનભાઇને નિવૃતી વિદાયમાન

રાજકોટ, તા., ૩૦:  મહાનગરપાલિકાના સામાન્ય વહીવટ વિભાગના વર્ગ-૪ના કર્મચારી શ્રી નીતિનભાઈ અંબાશંકર વ્યાસ ૨૩ વર્ષ સુધી ફરજ બજાવી આજે તા. ૩૦/૦૬/૨૦૨૦ ના રોજ નિવૃત થતા તેમને ભાવસભર નિવૃત્ત્િ। વિદાયમાન અપાયું હતું. આ તકે સામાન્ય વહીવટ વિભાગના સહાયક કમિશનર એચ. આર. પટેલ, ઉપરાંત પી.એ. ટુ કમિશનર અને સહાયક કમિશનર  રવિન્દ્રસિંહ ચુડાસમા, પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી, મહેકમ શાખાના સહાયક કમિશનર સમીર ધડુક, ઉપરાંત અન્ય સહાયક કમિશનર  જસ્મીનભાઈ રાઠોડ, જે.એ.ડી.ના આસીસ્ટંટ મેનેજર  કાશ્મિરા વાઢેર, મહેકમ શાખાના આસીસ્ટન્ટ મેનેજર  વિપુલ ઘોણીયા, ઓફિસ સુપ્રીન્ટેન્ડન્ટ શૈલેષભાઈ મેહતા, જન સંપર્ક અધિકારી  ભૂપેશ ટી. રાઠોડ, તેમજ વિવિધ શાખાઓના સાથી કર્મચારી ભાઈ-બહેનો ઉપસ્થિત રહયા હતાં. કમિશનર વિભાગના આસીસ્ટન્ટ મેનેજર  એન.કે.રામાનુજે  પણ નીતીનભાઈને શુભેચ્છા પાઠવી હતી.

નીતિનભાઈએ રાજકોટ મનપામાં પટ્ટાવાળા તરીકે નિમણુંક મેળવ્યા બાદ નાયબ કમિશનરશ્રી, આસી. કમિશનરશ્રી તેમજ સામાન્ય વહીવટ શાખામાં ફરજ બજાવી છે. આ ઉપરાંત આઉટ ડોર કામગીરી પણ પૂરી નિષ્ઠાપૂર્વક નિભાવી છે અને  છેલ્લા ૧૧ વર્ષથી જન સંપર્ક અધિકારીશ્રીની કચેરીમાં ફરજ બજાવી છે.

 નીતિનભાઈ  વિશે  સહાયક કમિશનર એચ. આર. પટેલ અને સહાયક કમિશનર જસ્મીનભાઈ રાઠોડે સંસ્મરણો વાગોળતા કહ્યું હતું કે, કોઇ પણ કામગીરી કોઇ પણ સમયે  નીતિનભાઈને સોંપવામાં આવે તો સમય જોયા વગર એ કામગીરી જયાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી સતત કાર્ય કરતા રહે છે. તેમની આ કર્તવ્યપારાયણતા અન્ય સાથી કર્મચારીઓ માટે પ્રેરણારૂપ છે.

આ પ્રસંગે ઉપસ્થિત સૌ અધિકારીશ્રીઓ અને કર્મચારી ભાઈ-બહેનોએ  નીતિનભાઈ વ્યાસનું પુષ્પ ગુચ્છ વડે સન્માન કર્યુ હતું અને સ્મૃતિ ભેંટ અર્પણ કરી હતી. તેમજ તેમણે સ્વસ્થ દીર્ઘાયુ માટે શુભેચ્છા આપી હતી. આ અવસરે સાથી કર્મચારીશ્રીઓ સર્વશ્રી અમિતભાઈ ભીંડે, ધર્મેશભાઈ મકવાણા, રાકેશભાઈ શીલુ, પરાગ તન્ના, શૈલેષભાઈ પરમાર, ઈમરાનભાઈ શેખ, જયશ્રીબા ગોહિલ, જુલીબેન મોઢ, અંકિતાબેન મુલિયાણા, મુનીરભાઈ બ્લોચ, રોહિતભાઈ વાડોલીયા,  ગૌતમભાઈ પરમાર, શ્રી મહેશભાઈ બારેયા,  જયદીપભાઈ બારેયા, શ્રી મયુરભાઈ નાકડા વગેરે ઉપસ્થિત રહયા હતાં.

(4:08 pm IST)