Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

પીજીવીસીએલના કોલ સેન્ટર બન્યા શોભાના ગાંઠિયાઃ કોંગ્રેસ

વોર્ડ નં. ૩ના મુરલીધર સોસાયટીમાં ઈલેકટ્રીક વાયરમાં શોટસર્કીટઃ લોકોમા ભયઃ થોડા વરસાદે જીઈબી અને મનપાની પ્રિ-મોન્સુનની પોલ ખોલીઃ ગાયત્રીબા વાઘેલાનો આક્ષેપ

રાજકોટ, તા. ૩૦ :. શહેરમાં આજે ૧ થી ૧ાા ઈંચ જેવો વરસાદ વરસતા પીજીવીસીએલ અને મ્યુ. કોર્પોરેશનની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી નાખ્યાનો આક્ષેપ કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાએ કર્યો હતો.

આ અંગે ગાયત્રીબા જણાવ્યુ હતુ કે, આજે થોડા વરસાદે જીઈબી અને મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી હતી. વોર્ડ નંબર ૩ ના મુરલીધર સોસાયટીમા જીઈબીના વાયરમા ધડાકાભડાકા થતા સ્થાનિક લોકોમા ભય ફેલાયો હતો. આ અંગે જીઈબીના કોલ સેન્ટરમાં કોલ કરવા છતા કોઈ જવાબ ન મળતા વિસ્તારવાસીઓ દ્વારા સ્થાનિક કોર્પોરેટરને રજુઆત કરાતા ગાયત્રીબા વાઘેલા દ્વારા બેડીનાકા ડિવીઝનના ઈજનેરને રજુઆત કરી શોટસર્કિટના કારણે કોઈ મોટી જાનહાની થાય તે પહેલા ફોલ્ટ દૂર કરવા અને વીજ પુરવઠો પુનઃ શરૂ કરવા તાકીદ કરી હતી. વિસ્તારમાં થોડા વરસાદે મનપાના પ્રિ-મોન્સુનની પોલ ખોલી નાખી હતી અને રેલનગર અંડરબ્રીજ પોપટપરાનું નાલુ મિયાણાવાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેમ અંતમાં જણાવ્યુ હતું.

(4:07 pm IST)
  • " હર ઘર જલ " : ઉત્તર પ્રદેશના બુંદેલખંડમાં પાણીની તંગી હવે ભૂતકાળ બની જશે : મુખ્યમંત્રી યોગીએ દરેક ઘરમાં નળ દ્વારા પીવાનું પાણી મળી રહે તે માટે ' જલ જીવન યોજનાનો શુભારંભ કર્યો : 2185 કરોડ રૂપિયાના ખર્ચે પાઇપ લાઈન નાખવાની કામગીરી શરૂ કરાવી access_time 8:24 pm IST

  • મોટી કંપનીનું વિમાન રન-વેથી સ્લીપ થઇ ગયું ? : દેશના મોટા કોર્પોરેટ હાઉસનું ખાનગી વિમાન પરમ દિવસે હૈદ્રાબાદ એરપોર્ટ ઉપર રન-વેની બહાર ચાલ્યુ ગયાના અહેવાલો મળે છે. પાંખો અને લેન્ડીંગ ગીયર ડેમેજ થયાનું ન્યુઝ ફર્સ્ટ નોંધે છે. જો કે વિમાનમાં બેઠેલાઓ અને મુસાફરો સલામત છે. વિગતો મેળવાઇ રહી છે. access_time 3:51 pm IST

  • ભારતમાં કોરોનાનો કહેર યથાવત : છેલ્લા 24 કલાકમાં 18,256 નવા કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 5,85,792 કેસ: 2,20,480 એક્ટિવ કેસ :કુલ 3,47,836 દર્દીઓ રિકવર થયા :વધુ 506 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 17,410 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 4878 કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,74,761 થઇ: તામિલનાડુમાં નવા 3943 કેસ :દિલ્હીમાં વધુ 2199 કેસ નોંધાયા: કર્ણાટકમાં 947 નવા કેસ : તેલંગાણામાં નવા 945 કેસ :આંધ્ર પ્રદેશમાં વધુ 704 કેસ નોંધાયા access_time 12:59 am IST