Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

કેટરર્સનું કામ આપવાના બહાને ગેંગરેપના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ૩૦: કેટરર્સનું કામ આપવાના બહાને જેતપુરથી રાજકોટ બોલાવી ત્રણ શખ્સોએ સામુહીક બળાત્કાર કરવાના ગુનામાં અશોક મોરણીયાનો જામીન પર છુટકારો અદાલતે ફરમાવેલ છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, ગઇ તા. ૦૧/૦૩/ર૦ર૦ના રોજ ફરીયાદી ભોગ બનનારને આરોપીઓ (૧) નટુભાઇ સોજીત્રા એ કેટરીંગનું કામ આપવાનું જણાવી મળવા માટે બોલાવીને આરોપી નં. ર પરસોતમભાઇ મોહનભાઇ ઉમરેટીયાના ફલેટ ઉપર લઇ જઇને આરોપી નટુભાઇએ ફોન કરીને આરોપી નં. ર પરસોતમભાઇ મોહનભાઇ ઉમરેટીયા તેમજ આરોપી નં. ૩ અશોકભાઇ મોરણીયા સહીતના મિત્રોને બોલાવી ફરીયાદી સાથે જબરજસ્તીથી શરીર સંબંધ બાંધવા કોશીષ કરતા ફરીયાદીએ પ્રતીકાર કરતા આરોપી નટુભાઇ સોજીત્રાએ ફરીયાદીને ગાલ ઉપર ફડાકો મારી તેમજ ડાબા હાથે બટુક કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ કરી તેમજ બાદમાં આરોપી પરસોતમભાઇ ઉમરેટીયા તેમજ અશોકભાઇ મોરણીયાનાઓએ પણ ફરીયાદી સાથે તેની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી સામુહીક દુષ્કર્મ કરી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ હતો જેની ફરીયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી.

આ કેસનાં બંને આરોપીઓને ગુજરાત હાઇકોર્ટે જામીન પર મુકત કરતા પેરેન્ટીના મુદાસર આરોપી નં. ૩ અશોક મોરણીયાની જામીન અરજી સેશન્સ કોર્ટમાં તેમના એડવોકેટશ્રી અભયભાઇ ભારદ્વાજ મારફત કરેલ હતી અને તેવી દલીલ કરવામાં આવી હતી કે ''બંને મુખ્ય આરોપીઓને ગુજરાત હાઇકોર્ટે જામીન પર મુકત કરેલ હોય, પેરીટીના મુદાસર હાલના આરોપીને પણ જામીન પર મુકત કરવા જોઇએ અને આરોપી રેલ્વેના નિવૃત કર્મચારી છે અને વૃધ્ધ છે'' જે સંજોગોને ધ્યાને લઇને આરોપીને જામીન પર મુકત કરવાની દલીલો કરેલ હતી. જે દલીલોને ધ્યાને લઇને એડી. સેશન્સ જજ સાહેબશ્રીએ આરોપી અશોકભાઇ મોરણીયાને રૂ. ૧પ,૦૦૦/-ના જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

આ કામના આરોપી અશોકભાઇ મોરણીયા તરફે એડવોકેટ તરીકે શ્રી અભય ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, વિજય પટેલ, કલ્પેશ નસીત, કમલેશ ઉધરેજા, જીજ્ઞેશ વિરાણી, અમૃતા ભારદ્વાજ, અંશ ભારદ્વાજ, તારક સાવંત, ગૌરાંગ ગોકાણી, નીલ શુકલ, જીજ્ઞેશ લાખાણી રોકાયા હતા.

(3:08 pm IST)