Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

કાલાવડ રોડ પર રંગોલી પાર્ક પાસે ટ્રક-કાર અથડાયા

રાજકોટઃ કાલાવડ રોડ પર ચાલુ વરસાદે રંગોલી પાર્ક નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં વધુ નુકસાન થયું હતું. કોઇને ઇજા થઇ કે કેમ તે જાણવા મળ્યું નથી. આ મામલે પોલીસ મથકમાં કોઇ નોંધ થઇ નથી.

(3:06 pm IST)
  • સુરતના મહિધરપુરા હીરાબજાર ક્લસ્ટર તરીકે જાહેર:પાટીદાર ભવનથી લિંબુશેરી, પીપળા શેરી, નગીનદાસની શેરી, હવાડા શેરી, થોભા શેરી, જદાખાડી રોડ, હાટ ફળિયું, ભોજાભાઈની શેરી અને પાટીદાર ભવન રોડ સુધીના ૧૨૬૨ મકાનોને ક્લસ્ટર તરીકે જાહેર કરવામાં આવ્યા access_time 9:38 pm IST

  • ભારતમાં કોરોનાનો કહેર યથાવત : છેલ્લા 24 કલાકમાં 18,256 નવા કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 5,85,792 કેસ: 2,20,480 એક્ટિવ કેસ :કુલ 3,47,836 દર્દીઓ રિકવર થયા :વધુ 506 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 17,410 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 4878 કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,74,761 થઇ: તામિલનાડુમાં નવા 3943 કેસ :દિલ્હીમાં વધુ 2199 કેસ નોંધાયા: કર્ણાટકમાં 947 નવા કેસ : તેલંગાણામાં નવા 945 કેસ :આંધ્ર પ્રદેશમાં વધુ 704 કેસ નોંધાયા access_time 12:59 am IST

  • પ્રાંતિજ માં વરસાદ વહેલી સવારે કાળા ડિબાંગ વાદળોથી અંધારપટ: ધીમી ધારે વરસાદથી ભારે બફારાથી લોકોને રાહત : વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ access_time 11:03 am IST