Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

RKCમાં ટ્રસ્ટીઓનો કાર્યકાળ પુરો થવા છતાં 'એન્ક્રોચર'ની જેમ વહીવટ છોડવામાં આવતો નથી : ચૈતન્યદેવસિંહજી ઓફ વઢવાણ

મહિપાલ વાળાએ ચૂંટણી સામે લીધેલો સ્ટે કોર્ટમાં અન્ડરટેઇકીંગ આપી પાછો ખેંચે એટલે ચૂંટણી સરળ બને : મીટીંગ દીઠ રૂ. રપ હજાર સીટીંગ ફી ટ્રસ્ટી દીઠ મળે છે તે ટ્રસ્ટીશીપના સિધ્ધાંત વિરૂધ્ધ : ટ્રસ્ટ ઉપર બોજરૂપ : રાજકોટ કુમાર કોલેજના ગર્વનીંગ ટ્રસ્ટી ઠા.સા.ચૈતન્યદેવસિંહજી ઓફ વઢવાણનું તડ અને ફડ

રાજકુમાર કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વઢવાણ ઠાકોર સાહેબ શ્રી ચૈતન્યદેવસિંહજીના પુત્ર વઢવાણ યુવરાજ શ્રી સિધ્ધરાજસિંહજી ઝાલાએ પોતાના પિતાનો લેખિત ખુલાસો અકિલા કાર્યાલયે રૂબરૂ આવી રજુ કર્યો હતો. ત્યારની તસ્વીરમાં અકિલાના સીનીયર પત્રકાર જયદેવસિંહ જાડેજા સાથે ચર્ચા કરતા શ્રી સિધ્ધરાજસિંહજી નજરે પડે છે. (ફોટો : સંદિપ બગથરીયા) 

રાજકોટ, તા. ૩૦ :  દેશભરમાં ખ્યાતનામ રાજકોટની રાજકુમાર કોલેજમાં ચાલી રહેલા વિવાદ સંદર્ભે વર્તમાન ગર્વનીંગ બોડીનાં ટ્રસ્ટી શ્રી ચૈતન્યદેવસિંહજી ઓફ વઢવાણએ રાજકુમાર કોલેજ દ્વારા ૧૬ જુને પ્રેસ કોન્ફરન્સમા આપેલી વિગતો અંગે પોતાનો પક્ષ રાખી હાલની વહીવટી બોડી તેમનો પ વર્ષનો કાર્યકાળ પુરો થવા છતાં એન્ક્રોચર (દબાણકર્તા) માફક વહીવટ છોડતા નહીં હોવાનો ધડાકો કરી ચુંટણીની માંગણી કરી છે.

ચૈતન્યદેવજીસિંહજીએ  રાજકુમાર કોલેજના ટ્રસ્ટીની રૂએ લેખિતમાં જણાવ્યું છે કે રાજકુમાર કોલેજમાં વર્ષ ર૦૧૩માં સાત ટ્રસ્ટી ચૂંટાયા છે. જેમાં હું એટલે કે વઢવાણ ઠાકોર સાહેબ ચૈતન્યદેવસિંહજી પોતે પણ છું અને કુલ સાત ટ્રસ્ટી નીચે મુજબ હતા..

(૧)દરબાર સાહેબ મહિપાલ વાળા ઓફ જેતપુર

(ર)એચ.એચ. મહારાજા રાઓલ શ્રી વિજયરાજસિંહજી ઓફ ભાવનગર

(૩) એચ.એચ. ઠાકોર સાહેબ ચૈતન્યદેવસિંહજી ઓફ વઢવાણ

(પ) એચ. એચ. નવાબ સીદી શાહ મહેમુદખાનજી ઓફ જંજીરા અને જાફરાબાદ

(૬)ઠાકોર સાહેબ ક્રિષ્નાકુમારસિંહજી ઓફ ચુડા

(૭)દરબાર સાહેબ કરણીસિંહજી ઓફ પાટડી.

ત્યારબાદ સંસ્થાના ટ્રસ્ટીનો ટેન્યોર પાંચ વર્ષનો હોવાથી તા. ર૭-૦ર-ર૦૧૮ના રોજ બધા ટ્રસ્ટીઓની ટર્મ પૂર્ણ થાય છે તે સિવાય કોઇ બાબતોને કોર્ટે માન્ય રાખી નથી છતાં ર૦૧૮-ર૦૧૯-ર૦ર૦ આ ૩ વર્ષથી એન્ક્રોચરની જેમ વહીવટ છોડવામાં આવતો નથી.

કોઇ કોર્ટે આવી ગેરકાયદેસરની કાર્યવાહીને માન્ય કરી નથી. લગભગ ૩ કોર્ટ સુધી આવી કાર્યવાહી ડીનાઇ થઇ ગયેલ છે. જયુડીશ્યલ હુકમો રેકર્ડ ઉપર છે.

રાજકુમાર કોલેજ જાહેર ટ્રસ્ટ છે અને તેથી રાજકોટના સંયુકત ચેરીટી કમીશનરશ્રીએ કરેલ જુદા જુદા હુકમો પૈકીનો એક હુકમ ઇલેકશન અંગેનો છે. આવી ઇલેકશનની કાર્યવાહી શરૂ થયા બાદ શ્રી મહિપાલસિંહ વાળા વગેરેઅ હાઇકોર્ટમાં એક અરજી કરી મનાઇ હુકમ માંગ્યો એ દિવસે એડવોકેટ સુપ્રિમકોર્ટમાં હોવાથી નામદાર ગુજરાત હાઇકોર્ટે માત્ર ઇલેકશન મોકૂફ રાખવા હુકમ કરેલ પરંતુ ગેરકાયદેસર ૩ વર્ષના વહીવટને રેગ્યુલરાઇઝડ કરેલ નથી.

બાકી અન્ય ઘણા બધા વિવાદો આ સંસ્થામાં છેલ્લા ત્રણ વર્ષમાં ઉભા થયા છે અને  તે તમામ વિવાદો જાણે કે આ સંસ્થાને બદનામ કરવાના ઇરાદાથી ઉભા કર્યા હોય એવો ડોળ કરવામાં આવી રહ્યો છે. ખરી હકિકતે આ વિવાદો સંસ્થાને બદનામ કરવાના ઇરાદાથી નહિ પરંતુ સંસ્થામાં થઇ રહેલ ગેરકાયદેસરની કાર્યવાહી ખુલ્લી પાડવા જે તે ભોગ બનનાર વ્યકિતઓએ કરેલા કેસો અને પુરાવા સાથેની રજુઆતો છે.

ટ્રસ્ટીઓને મીટીંગમાં હાજર રહેવા માટે દરેક મીટીંગમાં આવવા જવાનો ખર્ચ ઉપરાંત દરેક મીટીંગ દીઠ પચ્ચીસ હજાર રૂપિયા સીટીંગ ફી ટ્રસ્ટી દીઠ મળે છે જે બોજ ટ્રસ્ટ ઉપર પડે છે. અને ટ્રસ્ટ અને ટ્રસ્ટીશીપના સિધ્ધાંત મુજબ ટ્રસ્ટીઓ કાયદાની જોગવાઇથી વિપરીત આવી રકમો લઇ રહ્યા છે. રાજકુમાર કોલેજના બંધારણમાં આવી સીટીંગ ફી લેવા સંબંધે કોઇ જોગવાઇ પુરી પાડવામાં આવી નથી.

જો શ્રી મહિપાલ વાળા અને અન્યો કહેતા હોય કે ચૂૂંટણી કરવા હાઇકોર્ટ આદેશ કરે તો ઇલેકશન થાય તે સંજોગોમાં આ સ્ટે મેળવવા શ્રી મહિપાલ વાળા જ ગયા છે અને એમણે જ આવો સ્ટે મેળવેલ છે તો તે માટે તેમણે જ નામદાર હાઇકોર્ટમાં માત્ર અન્ડર ટેઇકીંગ તેમના એડવોકેટ મારફતે આપવાનું રહે છે તેઓ ઇલેકશન કરવા તૈયાર છે અને મેટર વિડ્રો કરે તો ઇલેકશન સરળતાથી થઇ જાય અને વિવાદ પુરો થઇ જાય તેમ ચૈતન્યદેવસિંહજીએ જણાવ્યું છે.

તેમણે જણાવ્યું છે કે  રાજકુમાર કોલેજ દ્વારા રીલીઝ થયેલી પ્રેસનોંધમાં ચૂંટાયેલા ૭ પૈકી બે ટ્રસ્ટીઓની જ સહિ છે અને બાકીના થર્ડ પાર્ટી છે. વર્તમાન મેનેજીંગ ટ્રસ્ટી મહિપાલ વાળાએ કોલેજની શાખને આંચ ન લાગે તે માટે વહેલી તકે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી વિવાદનો અંત લાવવો જોઇએ.

(3:04 pm IST)
  • બિહારમાં નદીઓ ગાંડી તૂર : ભય સપાટીથી ઉપર વહી રહી છેઃ ઉત્તરના મોટાભાગના જિલ્લામાં પૂરની સ્થિતિઃ કોસી નદીની પાણી બ્રીજની લગોલગઃ ૨ જુલાઈ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની ચેતવણીઃ કોસી- બાગમતી- કમલા બલાન અને મહેનંદા ભય સપાટીથી ઉપર ગાંડીતૂર બની વહી રહી છેઃ મુઝફરપુર, કટીહાર, પુર્નીઆ, મધુબની- સતામઢીમાં ઝાંઝપુરમાં અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યાઃ ગંગા નદીની સપાટી વધી રહી છેઃ એનડીઆરએફ અને એસડીઆરએફની ૨૭ ટીમો કામે લાગી access_time 3:49 pm IST

  • સુરતના મહિધરપુરા હીરાબજાર ક્લસ્ટર તરીકે જાહેર:પાટીદાર ભવનથી લિંબુશેરી, પીપળા શેરી, નગીનદાસની શેરી, હવાડા શેરી, થોભા શેરી, જદાખાડી રોડ, હાટ ફળિયું, ભોજાભાઈની શેરી અને પાટીદાર ભવન રોડ સુધીના ૧૨૬૨ મકાનોને ક્લસ્ટર તરીકે જાહેર કરવામાં આવ્યા access_time 9:38 pm IST

  • તામીલનાડુમાં ૩૧ જુલાઇ સુધી લોકડાઉન લંબાવાયું : કાલે અનલોક-૨ના પ્રારંભ પૂર્વે તામીલનાડુમાં રાજય સરકારે ૩૧ જુલાઇ સુધી લોકડાઉન લંબાવેલ છે. આ પહેલા મહારાષ્ટ્ર સરકારે પણ આજે ૩૧ જુલાઇ સુધી લોકડાઉન લંબાવી દીધાની જાહેરાત કરી હતી. access_time 3:05 pm IST