Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

કાર્પેટ વેરામાં ગોલમાલની તપાસ ૧૮ આસિ. મેનેજરોને સુપ્રત

૫૦ ટકા સુધીનો ઓછો વેરો થઈ ગયો હોય તેવી મિલ્કતોની ફેર માપણી માટે વોર્ડદીઠ એક-એક અધિકારીની જવાબદારી ફીકસ કરતા કમિશ્નરઃ ૩૯ હજાર મકાનોની ફેર માપણી થશે

રાજકોટ, તા. ૩૦ :. મ્યુ. કોર્પોરેશન દ્વારા નવી અમલી બનાવાયેલ કાર્પેટ વેરા આકારણીની પદ્ધતિમાં જબરી ગોલમાલ થયાની શંકાઓ ઉભી થતા મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ આ બાબતની તપાસની જવાબદારી ૧૮ આસિસ્ટન્ટ મેનેજરોને સુપ્રત કરી છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ કાર્પેટ વેરો અમલી બનાવાયા બાદ ૩૯ હજાર જેટલી એવી મિલ્કતો બહાર આવી છે કે જેનો વેરો અગાઉના વેરાથી ૫૦ ટકા જેટલો ઘટી ગયો છે.

આમ આવી મિલ્કતોની આકારણીમાં ગોલમાલ થયાની શંકાઓ ઉભી થતા મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ આવી મિલ્કતોની ફરીથી માપણી કરાવી અને નવેસરથી આકારણી કરાવવા નિર્ણય લીધો છે. આ નિર્ણયના અનુસંધાને શહેરના તમામ ૧ થી ૧૮ વોર્ડમાં વોર્ડ દીઠ ૧ આસિસ્ટન્ટ મેનેજરને તેઓના વોર્ડની શંકાસ્પદ મિલ્કતોની ફેર માપણી કરી અને નવી આકારણી કરાવવાની જવાબદારી ફીકસ કરતા હુકમો કર્યા છે.

આમ હવે જે મિલ્કતોનો વેરો ૫૦ ટકા ઘટી ગયો છે તેનો વેરો વધારી દેવા કવાયત શરૂ કરાઈ છે.(૨-૨૫)

 

(3:38 pm IST)