Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

થોરાળામાં જબ્બર જમીન કૌભાંડઃ કલેકટરને રજુઆત

પ મી સુધીમાં કૌભાંડકારોને ઝડપી ન લેવાય તો આત્મવિલોપન કરશે

રાજકોટ, તા., ૩૦: શહેરનાં થોરાળા સર્વે નં. ર૧૪, ૯૧ની જમીનમાં જબરૂ કૌભાંડ થયાની રજુઆત નરસિંહભાઇ સોલંકી, મંજુલાબેન સોલંકી અને લાભુબેન સોલંકીએ જીલ્લા કલેકટરશ્રીને કરી છે અને તા. પ જુલાઇ સુધીમાં કૌભાંડકારોને ઝડપી લેવામાં ન આવે તો આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી છે.

આ રજુઆતમાં જણાવાયું છે કે ઉપરોકત જમીનમાં કો-ઓનરશીપ દસ્તાવેજથી ગેરકાયદેસર રીતે બીન ખેડુત ઇસમોએ ખેડવાણી જમીન તબદીલી કરી છે. જે થોરાળા ૮૦ ફુટ રોડ પાસે સત્યમ પાર્ક નામના વિસ્તારમાં સર્વે નં. ર૧૪ના ખોટા ખેડુત ખાતેદાર હોવાના સોગંદનામા રજુ કરીને બીન ખેડુત ઇસમોએ બીન ખેતી કરાવેલ છે.  અને કૌભાંડકારોના નામો સાથેં પુરાવાઓ કલેકટરશ્રીને રજુઆત કરી અને આ કૌભાંડ કરનારા જવાબદારોને આગામી તા. પ જુલાઇ સુધીમાં ઝડપી નહી લેવામાં આવે તો આત્મવિલોપન કરવાની ચિમકી આવેદનના અંતે નરસિંહ સોલંકીએ ઉચ્ચારી છે.

(2:45 pm IST)