Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

વરલી રમતાં સાજીદ પકડાયોઃ કપાત ખાનારનું નામ ખુલ્યું

ભકિતનગર પોલીસનો પરસાણાનગર-૪માં દરોડો

રાજકોટ તા. ૩૦: કોઠારીયા રોડ પરસાણાનગર-૪માં વરલી ફિચરનો જૂગાર રમતાં એક શખ્સને પકડી લીધો હતો. કપાત ખાનારનું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

ભકિતનગરના પીએસઆઇ એન. એ. શુકલા અને સ્ટાફે પરસાણાનગરમાં પેટ્રોલીંગ દરમિયાન સાજીદ હારૂનભાઇ સોહરા (રહે. વિનોદનગર આરએમસી બ્લોક-૧૨/૨૧૩૭)ને પકડી લઇ રૂ. ૫૨૦૦ રોકડા, બે મોબાઇલ ફોન, આંકડા લખેલી ચિઠ્ઠીઓ, બોલપેન કબ્જે લીધા હતાં. સાજીદે પોતે  કિરીટ મોહનભાઇ સચદેવ (રહે. દ્વારકેશ રેસીડેન્સી બ્લોક-૩૪) પાસે કપાત કરાવતો હોવાનું કબુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

(12:57 pm IST)