Gujarati News

Gujarati News

News of Tuesday, 30th May 2023

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રદેશ સંગઠન મંત્રી પદે હિમાલયસિંહ ઝાલાની વરણી

ઉત્તર પヘમિ ક્ષેત્રના સંગઠન મંત્રી પદે અશ્વિનીકુાર શર્માને જવાબારી સુપ્રત

રાજકોટ તા. ૨૯ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રાષ્‍ટ્રીય કાર્યકારીણીની બેઠક મહારાષ્‍ટ્રના પુના ખાતે મળી હતી. જેમાં શૈક્ષણિક વિષયો અને સંગઠનના આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરાઇ હતી.

દરમિયાન ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી તરીકે અશ્વિનીકુમાર શર્માને હવે ઉત્તર પヘમિ ક્ષેત્રના સંગઠન મંત્રી તરીકે અને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તરીકે હિમાલયસિંહ ઝાલાની નિમણુંક જાહેર કરવામાં આવી હતી.

મુળ રાજકોટના કાર્યકર્તા હિમાલયસિંહ ઝાલા હવે ગુજરાત પ્રાંત સંગઠનમંત્રી તરીકેની જવાબદારીઓ સંભાળશે. તેઓ સુરત, વડોદરા, આણંદ વિભાગમાં સંગઠન મંત્રી તરીકે કામ કરી ચુકયા છે.

(5:33 pm IST)