Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

રાજકોટના યાજ્ઞિક રોડ પર 2 સંતાનની માતા અને તેના પતિ સાથે મહિલાના પૂર્વ પરિચિત ચિરાગ રમેશભાઈ લુણાગરિયાનો ડખ્ખો : મહિલાના પતિની ધોલધપાટ

રાજકોટ: શહેરના યાજ્ઞિક રોડ પર સાંજે 5 પછી એક મહિલા અને તેના પતિ સાથે મહિલા સાથે ત્રણેક વર્ષથી પરિચય ધરાવતા ચિરાગ નામના શખશે માથાકૂટ કરતા લોકો ભેગા થઈ ગયા હતા. ચિરાગે મહિલાના પતિ સાથે મારકૂટ કરી લીધાનું કહેવાય છે.
          મહિલાએ પોતાનો કોઈ વાંક નથી એવી વાત પોતાના પતિ સમક્ષ કરી જવા ચિરાગને બોલાવ્યો હતો. સમાધાનની વાત વખતે માથાકૂટ થઈ હતી.
          હાલ બધા મહિલા પોલીસ સ્ટેશને છે. કોઈ ફરિયાદ હજુ થઈ નથી.
મહિલાએ પોતાને ચિરાગ 3 વર્ષથી હેરાન કરતો હોવાનો આક્ષેપ કર્યો છે.

(10:05 pm IST)